Washington,તા.21
બિઝનેસ મેન ઈલોન મસ્કની કંપની સ્ટારલિંક હવે ભારતમાં પોતાના ગ્રાહકને ઑનબોર્ડ કરવા માટે આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરશે. બુધવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સરકારે સ્ટારલિંકને દેશમાં સેટેલાઇટ આધારિત બ્રૉડબેન્ડ સેવાની મંજૂરી આપી દીધી છે.
UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયા)એ સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડને ઑનબોર્ડ કરવામાં આવ્યું છે. હવે સ્ટારલિંક પણ પોતાના ગ્રાહકોની ઓળખ માટે આધાર ઈ-કેવાઇસીનો ઉપયોગ કરશે, જેનાથી આખી પ્રક્રિયા સરળ, સુરક્ષિત અને તેજ થશે. એક અંદાજ અનુસાર, વર્તમાન ક્ષમતામાં સ્ટારલિંક ભારતમાં લગભગ 20 લાખ ગ્રાહકોને જોડી શકે છે. આધાર ઑથેન્ટિકેશન દ્વારા યુઝર્સ ઑનબોર્ડિંગ સહજ અને નિયમો અનુરૂપ થશે. તેના ઘર, વ્યવસાયો અને સંસ્થાઓને હાઇ-સ્પીડ ઇન્ટરનેટની સુવિધા જલ્દી અને સુરક્ષિત રીતે મળી શકશે. UIDAIના સીઈઓ ભુવનેશ કુમાર, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ મનીષ ભારદ્વાજ અને સ્ટારલિંક ઈન્ડિયાના ડિરેક્ટર પારનીલ ઉર્ધ્વરેશની હાજરીમાં સ્ટારલિંકને સબ-ઑથેન્ટિકેશન યુઝર એજન્સી અને સબ-ઈ-કેવાઇસી યુઝર એજન્સીના રૂપે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતમાં પોતાની સેવા બચાવવા માટે સ્ટારલિંકે ભારતીય એરટેલ અને રિલાયન્સ જિયો સાથે પાર્ટનરશીપ કરી છે. તેનો અર્થ એ છે કે, ગ્રાહકો સીધું ટેલિકોમ નેટવર્કના માધ્યમથી બ્રૉડબેન્ડ કનેક્ટિવિટી મળી શકશે. સ્ટારલિંકનો આધાર ઑથેન્ટિકેશન સાથે ઑનબોર્ડિંગ ભારતમાં ડિજિટલ ઓળખ અને વૈશ્વિક સેટેલાઇટ ટેક્નિકનો એક મોટું સંયોજન છે, જે ગ્રાહકો માટે વિશ્વાસકારક અને સરળ ઈન્ટરનેટનો અનુભવ સુનિશ્ચિત કરશે.