Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ
    • Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ
    • વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
    • આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi
    • તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા
    • Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
    • Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો
    • Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»State Government દ્વારા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ
    ગુજરાત

    State Government દ્વારા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ

    Vikram RavalBy Vikram RavalJanuary 8, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તાલીમ વર્ગો યોજાયા

    Gandhinagar, તા. ૮

    ગુજરાતમાં “ઉત્તરાયણ” પર્વ નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગનું વેચાણ થતું હોય છે, જેના પરિણામે આ ઉદ્યોગ થકી લાખો ભાઈ-બહેનોને રોજગાર મળી રહે છે. રાજ્યમાં ઘણા પરિવારો માટે પતંગ ઉદ્યોગ આજીવિકાનું એક સાધન બન્યો છે. આધુનિક ટેકનોલોજી-છૈંના યુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના ”વોકલ ફોર લોકલ”ના સૂત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગ્રામોદ્યોગ દ્વારા રોજગારી ઉભી કરવા માટે સતત કાર્યશીલ છે. જે અંતર્ગત ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા, ગાંધીનગર દ્વારા પતંગ બનાવવા માટે રાજ્યભરમાં કૌશલ્ય નિમાર્ણ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જે સંદર્ભે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને ઘરે બેઠા પતંગ બનાવવાની તાલીમ આપીને રોજગારી માટે સક્ષમ કરવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા આપવામાં આવતી આ તાલીમનો મોટા પ્રમાણમાં રોજગાર ઇચ્છુક નાગરિકો લાભ લઈ રહ્યા છે.

    સંસ્થા દ્વારા રોજગારલક્ષી તાલીમ માટે પતંગ વ્યવસાય ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં વિકસે તે માટે ખેત મજૂરી તેમજ છૂટક મજૂરી કરતા ભાઈઓ તથા બહેનોને તાલીમ આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પતંગ બનાવવાની પ્રક્રિયા, તે માટે લાગતો સમય, પતંગનું માર્કેટ અને રોજગારીની ઉજ્જવળ સંભાવનાઓ જેવા વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા પ્રત્યક્ષ તાલીમ-માર્ગદર્શન આપવામાં આવે છે. આ તાલીમ વર્ગનો સમય ગાળો ૩૦ દિવસનો હોય છે તથા દરેક વર્ગમાં ૧૮ થી ૪૫ વર્ષ વચ્ચેની વયના તાલીમાર્થીઓની પસંદગી કરીને કુલ ૩૦ તાલીમાર્થીઓની બેચમાં તાલીમ આપવામાં આવે છે. હાલમાં, ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકા, આણંદ, ખેડા, વલસાડ, સુરત, પાટણ, અરવલ્લી, ડાંગ, નર્મદા અને તાપી એમ કુલ ૧૨ જિલ્લાઓના વિવિધ કેન્દ્રો ઉપર પતંગ બનાવવા માટેના તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૦ જેટલા વર્ગો પૂર્ણ થતાં તાલીમ થકી તૈયાર થયેલ કારીગર બહેનો દ્વારા પતંગોનું ઉત્પાદન કરીને તેમજ વેચાણ માટે સ્ટોર બનાવીને આવક ઉભી કરવામાં આવી હતી.

    હાલના સમયમાં પતંગ બનાવટમાં પણ ઘણી આધુનિકતા આવી છે. ઉત્તરાયણ પર્વ પતંગ ઉપર પ્રિન્ટિંગ, દ્રશ્યો, સંદેશાઓ, હસ્તીઓના ફોટા, વેપાર-વાણિજયનો પ્રચાર-પ્રસાર, કૃત્રિમ આકારોની ઝલક વગેરે બાબતોથી આચ્છાદિત પતંગો થકી સાચા અર્થમાં આનંદનું પર્વ બની રહ્યું છે. પતંગની વધતી જતી માંગને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે પતંગ બનાવટના તાલીમ કાર્યક્રમો યોજીને તેના માધ્યમથી રોજગારી ઉભી કરવામાં આવી રહી છે.

    દેશના વિવિધ રાજયો તેમજ વિદેશમાં મુખ્યત્વે યુએસએ તથા યુરોપિયન દેશોમાં પતંગ-ફિરકીની ભારે માંગ રહે છે. વિશ્વના ઘણા દેશોમાં ભારત પતંગોત્સવને લગતા વિવિધ ઉત્પાદનોનો નિકાસ કરે છે. પતંગના નિકાસ માટેની ઘણી કંપનીઓ દિલ્હી, મુંબઈ, કોલકાતા, સુરત અને અમદાવાદમાં કાર્યરત હોવાથી આ પ્રોડકટના વેચાણ માટે પૂરતા પ્રમાણમાં બજાર મળી રહે છે. વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં પતંગોની વધુ માંગ હોવાથી સાંપ્રત સમયમાં પતંગ વ્યવસાય માટેની સંભાવનાઓ ખુબ વિશાળ પ્રમાણમાં રહેલી છે.

    ગુજરાત સહિત દેશભરમાં વર્ષોથી દર વર્ષે ૧૪મી જાન્યુઆરીના રોજ ‘ઉત્તરાયણ’નો તહેવાર ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને ‘મકરસંક્રાંતિ’ પણ કહેવામાં આવે છે. દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. હાલના બદલાતા અને આધુનિક યુગમાં રાજય, આંતરરાજય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભિન્ન-ભિન્ન પ્રકારે પતંગ ચગાવીને આનંદ માણવાના આ પર્વનું મહત્વ દિન-પ્રતિદિન ઘણું વધી રહ્યું છે.

    છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીયકક્ષાના ‘કાઈટ ફેસ્ટિવલ’નું આયોજન પણ કરવામાં આવે છે, એમ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

    GADHINAGAR State Government
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025
    મોરબી

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025
    મોરબી

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025
    મોરબી

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025
    રાજકોટ

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025
    ગુજરાત

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.