New Delhi,તા.01
રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદીના મુદે અમેરિકાએ દર્શાવેલી નારાજગી અને ખાસ કરીને પેનલ્ટી લગાવવા પણ આપેલી ચેતવણી બાદ સરકારી ઓઈલ કંપનીઓએ હાલમાં સ્પોટ માર્કેટમાંથી રશિયાનું ક્રુડતેલ ખરીદવાનું બંધ કરી દીધુ છે અને સાઉદી અરેબીયા તથા અન્ય દેશો પર નજર કરી છે.
જો કે ખાનગી ક્ષેત્રની બે ઓઈલ રિફાઈનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તથા રશિયન માલીકીની નાયરા એનર્જીએ રશિયન ક્રુડતેલ ખરીદી યથાવત રાખી છે. સરકારી ઓઈલ કંપનીઓ સંચાલીત રિફાઈનરીમાં ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલીયમ તથા મેંગલોર રીફાઈનરી એ હાલ સ્પોટ માર્કેટમાં અન્ય દેશોના ક્રુડતેલના સોદા કર્યા છે.
ખાસ કરીને આ કંપનીઓ ઘરઆંગણે પેટ્રોલ-ડિઝલ વિ. પેટ્રોલીયમ ઉત્પાદનો વેચતી હોવાથી અમેરિકી પેનલ્ટીથી ક્રુડતેલ મોંઘુ પડે તેવી શકયતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
આ સરકારી કંપનીઓ તેની આવશ્યકતાના 40% આ સ્પોટ માર્કેટમાંથી ખરીદે છે જયારે ખાનગી કંપનીમાં મુખ્યત્વે પેટ્રોલ-ડિઝલ નિકાસ કરે છે. રશિયા પરના પ્રતિબંધ અને પેનલ્ટીથી ક્રુડતેલનો ભાવ 130-140 ડોલરમાં પડે તેવી શકયતા છે.