New Delhi,તા.26
શનિવારે વાનખેડેમાં સ્થિત મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના શરદ પવાર ક્રિકેટ મ્યુઝિયમમાં મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.ગાવસ્કરની સાથે, આ મ્યુઝિયમમાં ભૂતપૂર્વ MCA અને BCCI પ્રમુખ શરદ પવારની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું.
ગાવસ્કરે આ મ્યુઝિયમ માટે પોતાની લકી કેપ દાનમાં આપી છે. ભારતે 1981માં મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે યાદગાર વિજય નોંધાવ્યો હતો અને તે દરમિયાન ગાવસ્કરે આ કેપ પહેરી હતી.