Vadodara,તા.05
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં વડોદરા શહેર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.20 ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ 87 ટકા પરિણામ આવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહમાં વડોદરા શહેર જિલ્લાના 5892 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 4843 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 1060 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગત વર્ષ કરતા આ વર્ષના પરિણામમાં 0.30 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જ્યારે સામાન્ય પ્રવાહમાં વડોદરા શહેર જિલ્લાનું 87 ટકા પરિણામ આવ્યું છે. જે રાજ્યમાં સૌથી ઓછું છે. આમ છતા સમગ્ર રાજ્યનું પરિણામ વધારે આવ્યું હોવાથી વડોદરાનું આ છેલ્લા આઠ વર્ષોમાં સૌથી વધારે પરિણામ છે. વડોદરામાંથી 14684 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ પૈકીના 12888 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 1830 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.