Morbi,તા.31
છાતીના ભાગે પાટું મારતા ગંભીર ઈજા પહોંચતા પતિનું મોત
મોરબીના ગ્રામ્ય પંથકમાં સાવકા પિતાએ દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચર્યું હતું સાવકા પિતાએ દીકરીને હવસનો શિકાર બનાવી હતી જે બાબતની પત્નીને જાણ થતા પત્નીએ પતિને છાતીના ભાગે પાટાઓ અને ઢીકા પાટું મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના ગ્રામ્ય પંથકમાં રહેતા યુવાને હત્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૩૦ ના રોજ કુટુંબી સગાએ આવી જણાવ્યું હતું કે મોરબી પોલીસનો ફોન આવ્યો છે કે તમારા ભાઈનું મોત થયું છે જેથી સરકારી હોસ્પિટલ ગયા હતા જ્યાં મૃતદેહ પીએમ રૂમમાં પડ્યો હતો બનાવ અંગે પૂછતાં ભાઈના પત્નીએ જણાવ્યું હતું કે દંપતી ગામની સીમમાં આવલ કારખાનાની ઓરડીમાં રહેતા હતા અને ભાભીને અગાઉના ઘરની દીકરી હોય જે હાલ ૨૪ વર્ષની ઉમરની છે તા. ૨૯ ના રોજ સાંજે બહારથી ગયા હતા અને રાત્રે પરત આવતા ભાઈના કપડા ઓરડીમાં પડ્યા હતા અને ભાઈ ઓરડીની બહાર હતા દીકરી ક્યાય જોવા મળી ના હતી જેથી ભાઈને પૂછતાં કોઈ જવાબ આપ્યો ના હતો અને તેના પર શક ગયો કે દીકરી સાથે કઈક ખોટું કામ થયું છે અને દીકરી જોવા મળી નહિ ઓરડીમાં જોતા લોહીના ડાઘા અને કપડા પડ્યા હતા
અગાઉ પણ દીકરી પર પતિએ ખરાબ નજર કરી હતી જેથી દીકરી સાથે ખરાબ કામ થયેલ હોવાથી આવેશમાં આવી જઈને ધક્કો મારી પછાડી દીધા હતા અને છાતીના ભાગે પાટું મારી શરીરે ઢીકા પાટું મારી ઢસડયા હતા અને દીકરીની તપાસ કરતા કારખાનાના કમ્પાઉન્ડમાં આવેલ ટ્રેક્ટર ટ્રોલી નીચે લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી અને બહાર કાઢી પૂછતાં દીકરી મુક બધીર હોય જેથી ઈશારાથી જણાવ્યું કે પપ્પાએ ગળે છરી રાખી બળજબરીથી ખરાબ કામ કર્યું છે આમ ફરિયાદીના ભાઈ મૃતક પિતાએ સાવકી દીકરી પર બળજબરીપૂર્વક ખરાબ કામ કર્યું હતું જેથી આવેશમાં આવી પત્નીએ ઢીકા પાટું માર મારતા ગંભીર ઈજા પહોંચતા પતિનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે