Mumbai તા.15
મુંબઈ શેરબજારમાં આજે તેજીના માહોલ વચ્ચે ઉછાળે નફારૂપી નિકળતા ઈન્ફ્રા-ડે ઉંચી સપાટી જળવાઈ શકી ન હતી. ડોલર સામે રૂપિયો મજબૂત થયો હતો. શેરબજારમાં આજે શરૂઆત પ્રોત્સાહક ટોને થઈ હતી. પસંદગીના ધોરણે લેવાલીનો દોર રહેતા તેજી આગળ વધતી રહી હતી.
અંતિમ તબકકામાં ઉછાળે નફારૂપી વેચવાલીથી દિવસનું સર્વોચ્ચ સ્તરે જળવાઈ શકયુ ન હતુ. આર્થિક વિકાસદર વિશે આશંકા જેવા કારણોની નેગેટીવ અસર હતી. ફુગાવો નીચો આવ્યા જેવા પરિબળો પોઝીટીવ હતા છતાં વિદેશી નાણાં સંસ્થાઓની સતત વેચવાલીથી દબાણ આવતુ રહ્યુ હતું. જાણીતા શેરબ્રોકરોના રહેવા પ્રમાણે આવતા એક પખવાડીયામાં મહત્વના ઘટનાક્રમો હોવાથી અફડાતફડીનો દોર યથાવત રહી શકે છે.
શેરબજારમાં આજે અદાણી પોર્ટ, ભારતી એરટેલ, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટ્રેન્ટ, અદાણી પાવર, બીએસઈ, અદાણી ગ્રીન, ઝોમેટો, વોડાફોન જેવા શેરો ઉંચકાયા હતા. એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, મહીન્દ્ર, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઈટન, શ્રીરામ ફાઈનાન્સમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 116 પોઈન્ટના સુધારાથી 76616 હતો તે ઉંચામાં 76991 તથા નીચામાં 76479 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 7 પોઈન્ટ વધીને 23183 હતો તે ઉંચામાં 23293 તથા નીચામાં 23146 હતો.