રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૯૫૦ સામે ૮૫૦૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૫૫૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૬૭૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૬૦ સામે ૨૬૦૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૯૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે કૂણા પડયા સાથે હવે ભારત સાથે ગમે તે ઘડીએ ટ્રેડ ડિલ થવાની અપેક્ષા અને કોર્પોરેટ પરિણામો પોઝિટીવ રહેતાં તેમજ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ ૨૦૨૫માં ભારત ૭% આર્થિક વૃદ્ધિ અને વર્ષ ૨૦૨૭ સુધી ૬.૫%ની વૃદ્ધિ મેળવશે એવો અંદાજ બતાવતા છતાં આજે ભારતીય શેરબજારમાં ફંડોએ સાવચેતીભર્યા રૂખ સાથે ઉછાળે વેચવાલી કરી હતી. વૈશ્વિક સ્તરે મિશ્ર સંકેતોને કારણે બજારમાં વેચવાલીનું પ્રમાણ વધ્યું અને ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં મહત્વના આર્થિક ડેટાની વર્તમાન સપ્તાહમાં જાહેરાત પૂર્વે વ્યાજ દરમાં ઘટાડો આવશે તેવી શકયતા ઘટતા મંગળવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે રશિયાના નિકાસ ટર્મિનલો ખાતે ક્રુડઓઈલના લોડિંગ ફરી શરૂ થયાના અહેવાલે ક્રુડઓઈલના ભાવોમાં સ્થિરતા જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૫૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૪૦ અને વધનારની સંખ્યા ૧૪૬૩ રહી હતી, ૧૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ભારતી એરટેલ ૧.૭૮%, એકસિસ બેન્ક ૧.૨૭%, એશિયન પેઈન્ટ ૦.૬૪%, ટાઈટન કંપની લિ. ૦.૩૭%, મારુતિ સુઝુકી ૦.૩૧%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૨૪% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૨% વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્ર ૨.૨૩%, ઇન્ફોસિસ લિ. ૧.૪૬%, બજાજ ફિનસર્વ ૧.૪૦%, બજાજ ફાઈનાન્સ ૧.૨૬%, ઈટર્નલ લિ. ૧.૧૫%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦૫%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૯૩%, અદાણી પોર્ટ ૦.૮૮%, બીઈએલ ૦.૮૬%, ટ્રેન્ટ લિ. ૦.૮૬% અને એચસીએલ ટેકનોલોજી ૦.૭૩% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૫૨ લાખ કરોડ ઘટીને ૪૭૪.૬૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૭ કંપનીઓ વધી અને ૨૩ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર આગામી સમયમાં મજબૂત વૃદ્ધિ તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. મોર્ગન સ્ટેન્લી સહિતના આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોનું માનવું છે કે દેશની અર્થવ્યવસ્થા હવે તેજીની નવા ચક્રમાં પ્રવેશી રહી છે. રેપો રેટ અને કેશ રિઝર્વ રેશિયો ઘટાડવા, બેન્કિંગ ક્ષેત્રમાં છુટછાટ, લિક્વિડિટીમાં વધારો અને જીએસટી સંબંધિત રાહત જેવા પગલાંઓ મૂડીબજાર માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. સાથે સાથે ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરારથી રોકાણકારોમાં વિશ્વાસ વધવાની શક્યતા પણ વધે છે. સ્થાનિક માંગમાં સુધારો, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ અને બાંધકામ-રિયલ એસ્ટેટ ક્ષેત્રની તેજી જેવા પરિબળો સેન્સેક્સને નવી ઊંચાઈ સુધી લઈ જવામાં મદદરૂપ થઈ શકે છે.
જો કે, આ વૃદ્ધિના માહોલ વચ્ચે કેટલાક જોખમો હજી પણ બજાર સામે ઊભા છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાની ધીમી ગતિ, મધ્યપૂર્વ સહિતના વિસ્તારોમાં ઉભરતા ભૂરાજકીય તણાવો, તેમજ અમેરિકન ડોલર અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધતી અસ્થિરતા ભારતીય બજારને ટૂંકા ગાળે દબાણમાં મુકી શકે છે. જો આ નકારાત્મક પરિબળો વધુ પ્રબળ બને, તો શેરબજારમાં અસ્થિરતા વધવાની શક્યતા રહે છે. તેમ છતાં, લાંબા ગાળે ભારતની મજબૂત અર્થવ્યવસ્થા, સુધરતી કોર્પોરેટ કમાણી અને નીતિગત સપોર્ટને કારણે બજારનું ફંડામેન્ટલ આધાર સકારાત્મક રહેવાની પૂરી શક્યતા છે, જે આગામી વર્ષોમાં ભારતીય બજારને સ્થિર અને શક્તિશાળી વૃદ્ધિ તરફ દોરી શકે છે.
તા.૧૯.૧૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૮.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૯૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૬૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૮૯૮ પોઈન્ટ થી ૨૫૮૩૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૮૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ઈન્ફોસીસ લિ. ( ૧૪૯૦ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૭૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૯૭ થી રૂ.૧૫૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ભારત ફોર્જ ( ૧૪૦૨ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૭૪ ) :- રૂ.૧૩૫૭ નો પ્રથમ તેમજ રૂ.૧૩૪૪ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૮૦ થી રૂ.૧૩૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૬૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૮ થી રૂ.૧૨૮૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૧૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૩૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૯૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૩૯ થી રૂ.૯૪૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૦૬ થી રૂ.૧૪૯૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૩૬ ) :- રૂ.૧૨૫૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૬૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૧૬ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૫૫ ) :- ટી એન્ડ કોફી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૯૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૪૫ થી રૂ.૧૧૩૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૭૮ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૭૦ થી રૂ.૧૦૬૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૯૧ ) :- રૂ.૧૦૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૮૩ થી રૂ.૯૭૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

