Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અદાણી ટોટલ ગેસ Q2 અને H1FY26 ના પરિણામો

    October 28, 2025

    વોશિંગ્ટન પોસ્ટની વિશ્વસનીયતા પર સવાલ!ભારતની નીતિઓ પર આધારહીન હુમલાઓ?

    October 28, 2025

    અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પહેલા ભાગમાં મજબૂત કામગીરી નોંધાવી

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અદાણી ટોટલ ગેસ Q2 અને H1FY26 ના પરિણામો
    • વોશિંગ્ટન પોસ્ટની વિશ્વસનીયતા પર સવાલ!ભારતની નીતિઓ પર આધારહીન હુમલાઓ?
    • અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પહેલા ભાગમાં મજબૂત કામગીરી નોંધાવી
    • LIC માત્ર સંસ્થાજ નહીં, એક એવું વચન જેના પર લોકોનો વિશ્વાસઅટલ છે
    • ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત…!!
    • આંતરજ્ઞાતિના લગ્નથી પરિવાર સંબંધ તોડી નાખે તો પણ વારસાગત સંપત્તિમાં હકક મળે
    • કર્ણાટકમાં RSS ની ગતિવિધિ પર અંકુશ મુકવાના રાજ્ય સરકારના પ્રયાસને: High Courtનો સ્ટે
    • Rajkot: રાજયભરમાં ચૂંટણીપંચ દ્વારા SIR ની કામગીરીનો પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત…!!
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત…!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattOctober 28, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Bull and Bear -Stock Market Trends
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૧૦.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૭૭૮ સામે ૮૪૬૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૨૧૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૬૨૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૬૮ સામે ૨૬૧૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૦૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક નકારાત્મક પરિબળોના પ્રભાવથી આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ મામલે વધુ આક્રમક વલણ અપનાવતાં અને ચાઈનાને કડક ચેતવણી આપતાં વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધતાં રોકાણકારોએ જોખમ ટાળવાનું વલણ અપનાવ્યું હતું. અમેરિકા-ચાઈના વચ્ચે દક્ષિણ કોરિયામાં મળનારી મીટિંગ અંગે અનિશ્ચિતતા અને ટ્રેડ ડિલની શક્યતા ધૂંધળી બનતાં વૈશ્વિક બજાર નબળું રહ્યાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી હતી.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તાણ હળવી થઈ રહ્યાના અહેવાલો વચ્ચે અમેરિકન ફેડરલ રિઝર્વની વર્તમાન સપ્તાહમાં  મળનારી બેઠક પૂર્વે ડોલરમાં મજબૂતાઈને પગલે આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે  રશિયા ખાતેથી પૂરવઠા પર અંકૂશ લાવવામાં નિષ્ફળતાના કિસ્સામાં તેમજ ક્રુડઓઈલનો પૂરવઠો વધી જવાની ધારણાંએ ક્રુડઓઈલના ભાવમાં સ્થિરતા જોવા મળી છે.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ માત્ર પર મેટલ, કોમોડિટીઝ, ઈન્ડસ્ટ્રીયલ્સ, બેન્કેક્સ અને ફાઈનાન્શિયલ સર્વિસીસ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૪૬ અને વધનારની સંખ્યા ૧૯૧૦ રહી હતી, ૧૮૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટાટા સ્ટીલ ૨.૯૭%, લાર્સેન લિ. ૧.૨૩%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૭૬%, કોટક બેન્ક ૦.૫૪%, ભારતી એરટેલ ૦.૪૫%, ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ ૦.૩૭%, ઇટર્નલ લિ. ૦.૨૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૧% અને એચડીએફસી બેન્ક ૦.૦૬% વધ્યા હતા, જ્યારે ટ્રેન્ટ લિ. ૧.૫૪%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૫%, ટેક મહિન્દ્રા ૧.૦૩%, બજાજ ફિનસર્વ ૧.૦૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૯૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૯૩%, ટીસીએસ લિ. ૦.૯૦%, બજાજ ફાઈનાન્સ ૦.૮૫% અને એચસીએલ ટેકનોલોજી ૦.૮૦% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૮૧ લાખ કરોડ વધીને ૪૭૧.૧૧ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૯ કંપનીઓ વધી અને ૨૧ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક વેપારની અનિશ્ચિતતા અને અમેરિકાના નવા ટેરિફના નિર્ણયોના કારણે આગામી ત્રિમાસિકોમાં બજારમાં અસ્થિરતા રહેવાની શક્યતા છે. રોકાણકારો હાલ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે, કારણ કે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇન પર પડતી અસર, નિકાસ આધારિત કંપનીઓના નફામાં ઘટાડો અને વિદેશી મૂડી પ્રવાહમાં ધીમી ગતિ જેવી પરિસ્થિતિઓ ભારતીય બજારના મૂડને અસર કરી શકે છે. આ સાથે જ ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો અને ડોલર સામે રૂપિયાની નબળાઈ પણ રોકાણકારોના માનસને દબાણ હેઠળ રાખી શકે છે.

    તે છતાં, સ્થાનિક સ્તરે નીતિગત સુધારા, મજબૂત બેંકિંગ સિસ્ટમ અને આવનારા તહેવારના સિઝનમાં વપરાશમાં વૃદ્ધિ જેવી હકારાત્મક પરિબળો લાંબા ગાળે બજારને ટેકો આપી શકે છે. જીએસટી સુધારા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ અને સરકારી ખર્ચમાં વધારાની શક્યતા આગામી ત્રિમાસિકોમાં ભારતીય અર્થતંત્રમાં ગતિ લાવી શકે છે. આમ, ટૂંકા ગાળે બજારમાં અસ્થિરતા રહેવાની સંભાવના છે, પરંતુ મધ્યમ અને લાંબા ગાળે ભારતનું ઈક્વિટી બજાર વૈશ્વિક તુલનામાં વધુ મજબૂત દેખાઈ શકે છે.

    તા.૨૯.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૮.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૦૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૫૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૧૩૩ પોઈન્ટ થી ૨૬૧૮૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૯૫ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૭૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૦૩ થી રૂ.૧૫૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એક્સીસ બેન્ક ( ૧૨૫૨ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૨૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૧૭ ) :- રૂ.૧૦૯૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૮ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૩૬ થી રૂ.૧૧૪૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૧૦૧૦ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • એસબીઆઈ કાર્ડ્સ ( ૮૯૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૬૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૦૨ થી રૂ.૯૧૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૪૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • ભારત ફોર્જ ( ૧૩૦૫ ) :- રૂ.૧૩૩૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૯૩ થી રૂ.૧૨૮૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી ( ૧૨૯૯ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૯૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૬૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી ગ્રીન ( ૧૦૦૯ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૯૪ થી રૂ.૯૮૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૫૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • સ્ટેટ બેન્ક ( ૯૩૪ ) :- રૂ.૯૭૦ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૧૯ થી રૂ.૯૦૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

      Related Posts

      વ્યાપાર

      અદાણી ટોટલ ગેસ Q2 અને H1FY26 ના પરિણામો

      October 28, 2025
      લેખ

      વોશિંગ્ટન પોસ્ટની વિશ્વસનીયતા પર સવાલ!ભારતની નીતિઓ પર આધારહીન હુમલાઓ?

      October 28, 2025
      વ્યાપાર

      અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પહેલા ભાગમાં મજબૂત કામગીરી નોંધાવી

      October 28, 2025
      લેખ

      LIC માત્ર સંસ્થાજ નહીં, એક એવું વચન જેના પર લોકોનો વિશ્વાસઅટલ છે

      October 28, 2025
      વ્યાપાર

      Tata Trusts ના ટ્રસ્ટીપદેથી મેહલી મિસ્ત્રીની હકાલપટ્ટી!

      October 28, 2025
      મુખ્ય સમાચાર

      Gold crash : વિશ્વ બજારમાં ભાવ 4000 ડોલરની નીચે સરકયો

      October 28, 2025
      Add A Comment
      Leave A Reply Cancel Reply

      Search
      Editors Picks

      અદાણી ટોટલ ગેસ Q2 અને H1FY26 ના પરિણામો

      October 28, 2025

      વોશિંગ્ટન પોસ્ટની વિશ્વસનીયતા પર સવાલ!ભારતની નીતિઓ પર આધારહીન હુમલાઓ?

      October 28, 2025

      અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પહેલા ભાગમાં મજબૂત કામગીરી નોંધાવી

      October 28, 2025

      LIC માત્ર સંસ્થાજ નહીં, એક એવું વચન જેના પર લોકોનો વિશ્વાસઅટલ છે

      October 28, 2025

      આંતરજ્ઞાતિના લગ્નથી પરિવાર સંબંધ તોડી નાખે તો પણ વારસાગત સંપત્તિમાં હકક મળે

      October 28, 2025

      કર્ણાટકમાં RSS ની ગતિવિધિ પર અંકુશ મુકવાના રાજ્ય સરકારના પ્રયાસને: High Courtનો સ્ટે

      October 28, 2025
      Advertisement

      Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

      We're social. Connect with us:

      Facebook X (Twitter) WhatsApp Telegram
      Latest Posts

      અદાણી ટોટલ ગેસ Q2 અને H1FY26 ના પરિણામો

      October 28, 2025

      વોશિંગ્ટન પોસ્ટની વિશ્વસનીયતા પર સવાલ!ભારતની નીતિઓ પર આધારહીન હુમલાઓ?

      October 28, 2025

      અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પહેલા ભાગમાં મજબૂત કામગીરી નોંધાવી

      October 28, 2025
      Contact

      Phone No. : (0281) 2466772

      Mobile No. : +91 98982 03536

      Email : [email protected]

      WhatsApp No : +91 94089 91449

      Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

      © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
      • Home
      • About Us
      • Disclaimer
      • Privacy Policy
      • Terms of Service
      • Contact

      Type above and press Enter to search. Press Esc to cancel.