Mumbai,તા.7
રિઝર્વ બેન્ક દ્વારા પાંચ વર્ષ બાદ વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવતા ધિરાણ સસ્તુ થવાના આશાવાદ વચ્ચે શેરબજારમાં પ્રારંભીક અફડાતફડી થઈ હતી. ડોલર સામે રૂપિયો મજબુત થયો હતો.
શેરબજારની નજર રિઝર્વ બેન્કની ધીરાણનીતી પર હતી. શરૂઆત તેજીના ટોને થઈ હતી. આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો જાહેર કર્યા બાદ માર્કેટ ઉંધુ પડવા લાગ્યુ હતું. વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલી હતી. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે વ્યાજદર ઘટાડો અપેક્ષીત હતો હવે નવા ટેકસ બીલ પર નજર રહે તેમ છે.
શેરબજારમાં આજે ખાસ કરીને ઓટોમોબાઈલ્સ તથા ખાનગી બેંકોનાં શેરો ઝળકયા હતા. એચડીએફસી બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, કોટક બેંક, મહિન્દ્ર ટાટા સ્ટીલ, શ્રીરામ ફાયનાન્સ, ઉછળ્યા હતા. ઈન્ફોસીસ, નેસલે, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસીએસ બજાજ ફાઈનાન્સ નબળા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 218 પોઈન્ટના ઘટાડાથી 77839 હતો નીફટી 73 પોઈન્ટ ઘટીને 23529 હતો. કરન્સી માર્કેટમાં -પિયો 19 પૈસા મજબુત થઈને 87.39 હતો.