Mumbai,તા.12
મુંબઈ શેરબજારમાં પ્રારંભીક સુધારા બાદ ફરી મંદીનું મોજુ ફરી વળ્યુ હતું. સેન્સેકસમાં 400 પોઈન્ટથી વધુનુ ગાબડુ પડયુ હતું.શેરબજારમાં આજે માનસ સાવચેતીનુ હતું. ઉંચા મથાળે નવી લેવાલી ન હતી.
વિદેશી નાણાં સંસ્થાઓનો માલ ફુંકાતો રહ્યો હતો. અમેરિકા સાથે ટેરિફ વિવાદ, પાકિસ્તાન તરફથી ઉશ્કેરણીજનક વિવાદો સહિતના કારણોથી ટોન નબળો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે એકતરફી ટ્રેન્ડના હાલ કોઈ સંજોગો નથી.
શેરબજારમાં આજે આલ્કેમ લેબ, જીંદાલ સ્ટેનલેસ, બાયોકોન, મહીન્દ્ર, ફોર્ટીસ લેબ જેવા શેરોમાં સુધારો હતો. એસ્ટ્રેલ, સુપ્રીમ ઈન્ડ, કલ્યાણ જવેલર્સ, બજાજ ફાઈનાન્સ, રિલાયન્સ, હિન્દુસ્તાન એરોનોટીકસ, ઈન્ફોસીસ, વોડાફોન, સુઝલોન, યસ બેંક, પેટીએમમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 435 પોઈન્ટના ઘટાડાથી 80169 હતો તે ઉંચામાં 80997 તથા નીચામાં 80164 હતો. નિફટી 118 પોઈન્ટ ગગડીને 24466 હતો તે ઉંચામાં 24702 તથા નીચામાં 24465 હતો.