Mumbai,તા.4
મુંબઈ શેરબજારમાં આજે તેજીની આગેકૂચ હતી. જો કે પ્રારંભીક ઈન્ટ્રા-ડે ઉંચાઈ જળવાઈ શકી ન હતી. એક તબકકે 888 પોઈન્ટ ઉંચકાયેલો સેન્સેકસ અંતિમ તબકકામાં 240 પોઈન્ટનો સુધારો સુચવતો હતો.
શેરબજારમાં આજે માનસ પોઝીટીવ હતું. ભારતમાં જીએસટી સ્લેબ-ટેકસમાં બદલાવથી ટેકસટાઈલ્સ, ઓટોમોબાઈલ્સ, રીયલ એસ્ટેટ, ઈલેકટ્રોનીકસ સહિતના ઉદ્યોગક્ષેત્રોને લાભ થવાના આશાવાદથી સાનુકુળ અસર હતી.
જો કે, અમેરિકા સાથે ટેરિફ વોર, રૂપિયાની નબળાઈ, વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી જેવા કારણોનો ખચકાટ હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે જીએસટીની સંભવિત અસર પર મીટ છે. ટુંકાગાળામાં તેનો પ્રભાવ રહી શકે છે.
શેરબજારમાં આજે મહીન્દ્ર, ટીવીએસ, મોટર્સ, આઈશર મોટર્સ જેવા ઓટો શેરો લાઈટમાં હતા. બજાજ ફાઈનાન્સ, કોલ્ગેટ, એચડીએફસી બેંક, જયુબીલન્ટ ફુટ, વોડાફોન, મુથુટ ફાઈનાન્સ, કયુમીન્સ જેવા શેરોમાં સુધારો હતો. મેકસ ફાઈનાન્સ, પેટીએમ, એકસાઈડ, વરૂણ બ્રીવરીઝ, રિલાયન્સ, યસ બેંક, સુઝલોન, જીયો ફાઈનાન્સ, રિલાયન્સ ઈન્ફ્રા ડાઉન હતા.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 240 પોઈન્ટ ઉંચકાઈને 80808 હતો. તે ઉંચામાં 81456 તથા નીચામાં 80624 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 50 પોઈન્ટ વધીને 24765 હતો તે ઉંચામાં 24980 તથા નીચામાં 24713 હતો.