Mumbai,તા.15
મુંબઈ શેરબજારમાં એકધારી મંદીને આજે બ્રેક લાગી હતી. પસંદગીના ધોરણે ખરીદી નિકળતા સેન્સેકસમાં 250 પોઈન્ટનો ઉછાળો હતો. ઈન્ટ્રા-ડે તેમાં 489 પોઈન્ટનો ઉછાળો હતો.
શેરબજારમાં આજે શરૂઆત સુસ્ત ટોને થયા બાદ પસંદગીના ધોરણે નીચામથાળેથી લેવાલી નિકળતા તેજીનો વળાંક આવી ગયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટ્રેડડીલ પર મીટ વચ્ચે ટુંકી વધઘટ હતી.
મોંઘવારી દર નીચો આવતા વ્યાજદરમાં ઘટાડાના આશાવાદથી સારી અસર હતી. શેરબજારમાં આજે હીરો મોટો, પતંજલી, કેઈઆઈ ઈન્ડ., બીએસઈ, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, યશ બેંક, પિરામલ એન્ટરપ્રાઈઝ, આરબીએલ બેંક, લોરસ લેબમાં સુધારો હતો.
આઈનોકસ વિન્ડ, એચસીએલ ટેકનો, આઈડીએફસી બેંક, વોડાફોન નબળા હતા.મુંબઈ શેરબજારનો સેન્સેકસ 234 પોઈન્ટ ઉંચકાઈને 82488 હતો તે ઉંચામાં 82743 તથા નીચામાં 82281 હતો. નિફટી 88 પોઈન્ટ વધીને 25170 હતો તે ઉંચામાં 25245 તથા નીચામાં 25088 હતો.