Mumbai,તા.3
અમરિકાનાં ટેરિફ વિસ્ફોટને પગલે શેરબજારમાં આજે મંદીનો આંચકો હતો વિશ્વ બજારમાં કડાકા છતાં ભારતીય માર્કેટમાં કોઈ મોટી મંદી ન થતાં આંશીક રાહત હતી.સોનાનાં ભાવ પણ સ્થિર થઈ ગયા હતા અને તેજીનો દાવાનળ ઠંડો પડયો હતો.
શેરબજાર કેટલાંક દિવસોથી અમેરિકી ટેરીફની જાહેરાત પર મીટ માંડીને બેઠુ હતું. ભારત ઉપર 26 ટકા ટેરિફ લાગુ કરવાની ટ્રમ્પે જાહેરાત કરી હતી. દુનિયાભરનાં દેશો પર જુદા-જુદા ટેરિફ ઝીંકાયા હતા. જેને પગલે વિશ્વબજારો ધ્રુજયા હતા.
જાપાનનો નિકકી ઈન્ડેકસ 989, હોંગકોંગનો હેંગસેંગ 352 પોઈન્ટ તૂટયા હતા અન્ય પણ નબળા હતા. અન્ય પણ નબળા હતા. યુરોપીયન માર્કેટ પણ સવાથી ત્રણ ટકા ડાઉન હતી.
અમેરીકી ડાઉજોન્સ ફયુચર 1000 પોઈન્ટથી વધુનો ઘટાડો સુચવતો હતો. વિશ્વ બજારોની મંદી વચ્ચે ભારતમાં પણ ઘટાડો હોવા છતાં આશંકા મુજબની કોઈ તીવ્ર અસર ન હતી. જાણકારોનાં કહેવા પ્રમાણે ટ્રમ્પે ટેરિફ જાહેર કર્યા બાદ હવે સેકટર વાઈઝ અસર કેવી રહે છે તેના પર મીટ છે. ટુંકા ગાળામાં હજુ મોટી વધઘટની શકયતા નકારાતી નથી.
ટેરિફમાંથી ફાર્મા ક્ષેત્રને મુકત રખાતા સન ફાર્મા, સીપ્લા, ડો.રેડ્ડી, અરવિંદો ફાર્મા, જેવા શેરો ઉંચકાયા હતા. એશીયન પેઈન્ટસ, નેસલે, એનટીપીસી, પાવર ગ્રીડ, સ્ટેટ બેંક, અલ્ટ્રેટ્રેક સીમેન્ટમાં સુધારો હતો.
બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, આઈસીઆઈસીઆઈ બેંક, 1 ઈન્ફોસીસ કોટક બેંક, મહિન્દ્ર, મારૂતી ટાટા મોટર્સ, ટીસીએસ ટેક મહિન્દ્ર બીએસઈમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 310 પોઈન્ટના ઘટાડાથી 76376 હતો તે ઉંચામાં 76493 તથા નીચામાં 75807 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 78 પોઈન્ટના ઘટાડાથી 23253 હતો.
તે ઉંચામાં 23306 તથા નીચામાં 23145 હતો બીજી તરફ સોનામાં તેજી બાદ પીછેહઠ હતી. સોનું 94700 થયા બાદ ઘટીને 94150 સાંપડયુ હતું ચાંદી 2500 ના ગાબડાથી 100100 હતી.