Washington,તા.11
અમેરિકામાં ગેરકાનુની વસાહતીઓને શોધી શોધીને તેને તડીપાર કરાતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ તથા અમેરિકી ઈમીગ્રેશન એજન્સીની આકરી કાર્યવાહીના વિરોધમાં લોસ એન્જીલીસમાં પ્રથમ તોફાનો પાટી નિકળ્યા બાદ હવે તે અમેરિકાના વધુ શહેરો સુધી ફેલાતા અને વધુ હજારો લોકો સડક પર આવીને આગજની-તોડફોડ અને વ્યાપક લુંટફાટ શરૂ કરતા હવે ટ્રમ્પ તંત્ર માટે આ તોફાનો ડામવા એ મોટો પડકાર બની ગયો છે.
તો ત્યારથી આ તોફાનોનો પ્રારંભ થયો ત્યાં વધુ હજારો નેશનલ ગાર્ડની સાથે ખતરનાક ગણતા 700 મરીનને પણ કાયદો વ્યવસ્થા જાળવ્યા મુજબ તંત્ર તો મેદાનમાં ઉતરતા જ આ રાજયના ગવર્નર ભડકી ઉઠયા છે. જો કે લોસ એન્જીલીસમાં તોફાનો વકરતા કર્ફયુ લાદવામાં આવ્યો છે તથા મહાનગરના મેયર કટોકટી જેવી સ્થિતિ હોવાનું જાહેર કર્યુ છે.
તેઓએ પ્રમુખ ટ્રમ્પને હાલ ગેરકાનુની વસાહતીઓ સામેની કાર્યવાહી બંધ રાખવા અપીલ કરી છે. લોસ એન્જીલીસના પુરા ડાઉનટાઉનમાં કર્ફયુ લાદી દેવાની ફરજ પડી છે પણ તોફાનોની માંગ ન્યુયોર્ક, સાન ફ્રાન્સીસ્કો, એટલાન્ટા, સિએટલ, શિકાગો, ડલામ, લ્યુઈસવિવ, શેરલોટ, પ્રિટર્સબર્ગ બોસ્ટન અને પાટનગર વોશિંગ્ટન ડી.સી. સુધી પહોંચી ગઈ છે.
છેલ્લા પાંચ દિવસમાં આ પ્રકારે તોફાનો વધ્યા છે. સેંકડો લોકોની ધરપકડ થઈ છે. પોલીસ ટોળાને વિખેરવા અશ્રુવાયુ રબ્બર બુલેટ તથા ફલેશગનનો ઉપયોગ કરી રહ્યા છે. લોસ એન્જીલીસમાં રાત્રી કર્ફયુ બાદ પણ તોફાનો ચાલુ છે અને એપલ સ્પેસ સતત 23 વ્યાપારી સ્થળો પર લુંટફાટ થઈ છે. હાલ આ મહાનગરમાં 4000 નેશનલ ગાર્ડ મોજૂદ છે અને હવે 700 મરીન પણ તેમાં સામેલ થયા છે.
લોસ એન્જીલીસના ગવર્નર ગેવિન ન્યુસમ પ્રમુખ ટ્રમ્પની આ રીતે દેશની જનતા સામે જ સૈન્યને ઉતારવા બદલ આકરી ટીકા કરી હતી. શિકાગોમાં જે રીતે તોફાનો શરૂ થયા અને 1000થી વધુ લોકો માર્ગ પર આવ્યા બાદ વધુ હજારો તેમાં જોડાયા હતા અને તે આગ છેક વોશિંગ્ટન ડી.સી. સુધી પહોંચી છે.
શિકાગોની આદમ સ્ટ્રીટમાં વ્યાપક લુંટફાટ થઈ છે. દેખાવકારો ડિપોર્ટ પ્રક્રિયા બંધ રાખવા માંગ કરી રહ્યા છે તથા આ તમામ મહાનગરોના મેયરોએ પણ તોફાન સામે સૈન્યને મુકવા સામે વિરોધ કર્યો છે. અમેરિકાના હોમલેન સિકયોરીટીના વડાએ પણ લોકોને ચેતવણી આપી છે.
અમેરિકી મરીન એ કટોકટીની સ્થિતિમાં કામ કરવા માટે તાલીમબદ્ધ કરાયા છે પણ તેઓ અત્યંત આકરી રીતો અપનાવે છે. પ્રમુખ ટ્રમ્પે દેશભરમાં રોજના 3000 ગેરકાનુની વસાહતીઓને ઝડપવા આદેશ આપ્યો છે.
ટ્રમ્પે આ તોફાનને ડામવામાં નિષ્ફળતા બદલ ગવર્નર ગેવિન ન્યુસમને દોષિત ગણાવીને તેમની પણ ધરપકડની માંગ કરી છે. ડેમોક્રેટીક પાર્ટીના આ ગવર્નરે ટ્રમ્પ સામે ફેડરલ કોર્ટમાં પણ કેસ દાખલ કર્યા છે તથા નેશનલ ગાર્ડની તૈનાતીને પડકારી છે. લોસ એન્જીલીસના પોલીસવડાએ પણ કહ્યું છે કે હાલત સતત ખરાબ થઈ રહી છે.
ફ્રેમવર્ક તૈયાર: ચીન અમેરિકા વચ્ચે વ્યાપાર સમજુતી: અનેક નિયંત્રણો જશે
લંડનમાં બન્ને દેશો વાટાઘાટો ચાલુ રાખવા સંમત
લંડન: અમેરિકામાં છેડેલા ટ્રેડવોરમાં એક તબકકે ચીન પર 154% સુધીના ટેરીફ લાદયા બાદ સમાધાનના માર્ગે આવેલા બન્ને દેશો વચ્ચે હવે પ્રથમ તબકકાની વ્યાપાર સમજુતી થઈ ગઈ છે. લંડનમાં બન્ને દેશોના વ્યાપારી બાબતોના પ્રતિનિધિમંડળ વચ્ચે 48 કલાકની વાતચીત બાદ ચીન અમેરિકી નિકાસ પરના કેટલાક પ્રતિબંધો હટાવશે.
જો કે બન્ને દેશોએ કોઈ મોટી જાહેરાત કરી નથી પણ તા.10 ઓગષ્ટ જે ટ્રમ્પની 90 દિવસની ડેડલાઈનનો અંત આવે છે તે પુર્વે પુરી સમજુતી થઈ જશે તેવો આશાવાદ દર્શાવ્યો છે. સૌથી મહત્વનુ ચીને જે ઓટો સહિતની ઈન્ડસ્ટ્રી માટે મહત્વના રેર અર્થ મટીરીયલ પર હાલ જે રીતે આકરા પ્રતિબંધો મુકી દીધા છે તે હળવા કરવા સંમત થયુ છે.
આ કરારને અમેરિકી પ્રતિનિધિમંડળના વડા તથા કોમર્સ સેક્રેટરીએ બ્રેડ પર બટર લગાડાઈ ગયું હોવાનું જણાવ્યુ હતું. ગત મહિને જીનીવામાં વાટાઘાટો બાદ દેશો એ લંડનમાં મળવાનો નિર્ણય લીધો હતો.
જીનીવામાં કોઈ નકકર સમજુતી થઈ ન હતી તે પછી ચીને આકરા નિકાસ નિયંત્રણો લાદયા હતા. બન્ને દેશોએ દાવો કર્યો કે ટેરીફ ફ્રેમવર્ક તૈયાર થઈ ગયુ છે અને બન્ને દેશો તેના પર આગળ વધશે.