Una,તા.25
ઉના શહેરમાં રખડતા ખૂંટિયાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. મિલન કોમ્પ્લેક્ષ વિસ્તારમાં એક ખુટીયા એ વૃદ્ધ ને હડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતા તાત્કાલિક ઉના હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
મિલન કોમ્પ્લેક્ષ વિસ્તારમાં બે ખૂંટિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. આ વિસ્તારમાં મજૂરી કામ કરતા 62 વર્ષીય અઝીઝભાઈ જમાલુદીનભાઈસિદ્દીકીએરાહદારીઓની સુરક્ષા માટે લાકડી લઈને ખૂંટિયાઓને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પાછળથી આવેલા એક ખૂંટિયાએ તેમને સીંગડાથી મારીને જમીન પર પટકતા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા