Dwarka , તા.૨૫
ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પરંતુ માવઠાની ઘાત યથાવત જોવા મળી છે. હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ગોમતીકાંઠે ૧૫થી ૨૦ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. ગોમતી ઘાટે સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ઘાટ વિસ્તારમાં સુરક્ષા ગાર્ડ્સને તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે પણ માવઠાની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેરાવળ બંદર પર સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે. બંદર પર ૧ નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ઉંચા ઉંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા છે. તો સાવચેતીના ભાગરુપે માછીમારોને પણ પરત બોલાવી લેવાયા છે.