japan,તા.08
જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 મપાઈ છે. ભૂકંપની સાથે સાથે સુનામીનું એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. ભૂકંપના આ આંચકા જાપાનના ક્યુશુ અને શિકોકુ ટાપુ પર અનુભવાયા હતા. તેની સાથે જ તટીય વિસ્તારો મિયાઝાકી, કોચી, ઈહિમે, કાગોશિમા અને આઈતામાં સુનામી અંગે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
દરિયામાં 20 સે.મી.ઊંચા મોજા ઉછળવા લાગ્યા
માહિતી અનુસાર સ્થિતિ પર તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ક્યુશુમાં તો મિયાઝાકીમાં સમુદ્રમાં 20 સે.મી. ઊંચા મોજા ઉછળી રહ્યા છે.