New Delhi,તા.18
અમેરીકા દ્વારા પહેલગામ હુમલા માટે જવાબદાર પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન ટીઆરએફને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન જાહેર કરવાના અમેરીકાના પગલાને આવકારતા વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને અમેરીકા આતંકવાદ સામેના એક મજબુત સહયોગની આ સાથે પુષ્ટિ થઈ છે.
પહેલગામ હુમલા માટે જવાબદાર સંગઠનની સામે હવે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી સરળ બનશે અત્રે ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ સાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં પણ શ્રી જયશંકરે ત્રાસવાદ પ્રત્યે જીરો ટોલરન્સની નીતી અપનાવવાની દુનિયાને અપીલ કરી હતી.