રોંગ સાઈડમાં ધસી આવેલ સ્વીફ્ટ કારના ચાલકે ખૂનની ધમકી આપતાં ઉપલેટા પોલીસમાં ગુનો
Upleta,તા.17
તારા બાપનો રોડ નથી કહી ઉપલેટામાં વિદ્યાર્થીને ફોર વ્હીલ કારના ચાલકે ફડાકા ઝીંકી દીધાનો બનાવ સામે આવ્યો છે. રોંહ સાઈડમાં ધસી આવેલો સ્વીફ્ટ કારના ચાલક મોહસીન હિંગોરાએ ખૂનની ધમકી આપતાં વિદ્યાર્થીએ ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મામલામાં ઉપલેટાના યોગી પાર્ક પોલીસ લાઈન સામે રહેતા અને રાજકોટની મીરામ્બિકા કોલેજમાં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થી પૃથ્વીરાજભાઈ ભુપતભાઈ માકડે ઉપલેટા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોહસીન દિલાવર હિંગોરાનું નામ આપતાં જણાવ્યું હતું કે, સરકારી હોસ્પીટલવાળા રોડ પર પારસ લેધર નામની દુકાન પાસે પહોંચતા સામેથી કાર મારી સામે આવતી હતી અને ચાલક મારી સામે જોતો જોતો ત્યાથી નીકળી ગયેલ હતો. મે પાછળ ફરી જોતા તેણે તેની ફોર વ્હીલ સાઇડમા ઉભી રાખેલ અને મને ઉભા રહેવાનો ઈશારો કરેલ હતો જેથી મે મારૂ વાહન સાઈડમાં ઉભુ રાખી દીધેલ હતું. બાદમાં ફોરવ્હીલ ચાલક મારી પાસે આવી મને ગાળો આપવા લાગેલ અને કહેવા લાગેલ કે, તારા બાપનો રોડ છે. આથી મે તેને કહેલ કે વાક તમારો છે, તમે રોંગ સાઇડમા આવતા હતા. જેથી તે ઉશ્કેરાય ગયેલ અને મને કહેવા લાગેલ કે, તુ કોન મને મારો વાંક બતાવવાવાળો છો કહી ગાળો આપવા લાગેલ હતો અને મને માથાના તથા ગાલના ભાગે ચાર પાંચ થપડ મારી દીધેલ હતા. દરમિયાન આજુબાજુમાથી લોકો ભેગા થઇ ગયેલ અને મને વધુ મારમાથી છોડાવેલ હતો. આજે તો આ બધાએ તને બચાવી લીધો, હવે ક્યારેય ભેગો થયો તો જાનથી મારી નાખીશ, મારૂ નામ મોહશીન દિલાવરભાઈ હીંગોરા છે, તારે જે કરવું હોય તે કરજે, હુ કોઇથી બીતો નથી કહી ધમકી આપી જતો રહેલ હતો.
મામલામાં વિદ્યાર્થીએ ફરિયાદ આપતાં ઉપલેટા પોલીસે મોહસીન હિંગોરા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.