Kodinar તા ૨૧
આંતરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની થીમ ’એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ’ છે. ૨૧ જૂન ૨૦૨૫ના રોજ વિશ્વ યોગ દિવસ પહેલાં જિલ્લામાં અનેક સ્થળોએ યોગ દ્વારા નાગરિકો તંદુરસ્તી પ્રત્યે સભાનતા કેળવી રહ્યાં છે. આ જ ઉપક્રમે કોડીનાર ખાતે શ્રી સોમનાથ એકેડેમીના શાળામાં યોગ દિવસ પૂર્વે યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો.આ યોગાભ્યાસમાં વિદ્યાર્થીઓએ વિવિધ યોગ કર્યા હતાં. તજજ્ઞો દ્વારા વિવિધ યોગ થકી શરીરની તંદુરસ્તી જળવાય અને અભ્યાસમાં એકાગ્રતા, મનની શાંતિ, નકારાત્મક વિચારો દૂર કરવા જેવી બાબતો વિશે માર્ગદર્શન અપાયું હતું.