Junagadh તા.16
જૂનાગઢ ખાતે ‘સ્વદેશી અપનાવો’અભિયાન અંતર્ગત ડો. સુભાષ મહિલા કોલેજ, દ્વારા પોસ્ટકાર્ડ લેખન કાર્યક્રમ ગત તા. 13 સપ્ટેમ્બરના રોજ આ અભિયાનનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં Vocal for Local વિચારધારાને મજબૂત બનાવવાનો, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે યુવા પેઢીમાં જાગૃતિ લાવવાનો અને વડાપ્રધાનના સ્વદેશી વિઝન પ્રત્યે સમર્થન વ્યક્ત કરવાનો હતો.
ભારત એટલો વિશાળ અને માનવ શક્તિ ધરાવતો દેશ હોવાથી જો આપણે સમજી વિચારીને આ જાતના અભ્યાનને વેગવંતુ બનાવી ખરા અર્થમાં સાર્થક કરીએ તો જેમ ઓપરેશન સિંદૂરમાં મેડ ઇન ઇન્ડિયા શસ્ત્રોની તાકાત જોઈને દુનિયાને આત્મ નિર્ભર ભારતનો પરિચય કરાવીને દુનિયાને અચંબિત કરી દીધી હતી. આ દેશને હજુ સ્વદેશી અપનાવી પ્રાકૃતિક ખેતી તરફ વધુ પ્રમાણમાં વાળવાની તથા સોલાર રુફટોપ અપનાવી સૌરઉર્જાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી આડકતરી રીતે દેશને અને ઉદ્યોગોને જ આપણે મદદ કરી રહ્યા છીએ જે આપણા માટે રોજગારી અને ઉદ્યોગોના ક્ષેત્રમાં મોટા ફાયદા રૂપ છે.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ કાર્યક્રમ દરમિયાન 700થી વધુ પોસ્ટકાર્ડો લખી વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીને સંબોધ્યા હતા. આ પોસ્ટકાર્ડો દ્વારા તેમણે આત્મનિર્ભર ભારત, સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર, પર્યાવરણ રક્ષણ, સૌર ઊર્જાનો ઉપયોગ, સ્વદેશી અર્થતંત્રની મજબૂતી જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
દરેક પોસ્ટકાર્ડ વડાપ્રધાનશ્રીને સંબોધિત કરી Prime Minister Office, New Delhi ખાતે મોકલવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડો. બલરામ ચાવડાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે વિદ્યાર્થીઓનો આ પ્રયાસ માત્ર લેખન અભિયાન પૂરતો નથી, પરંતુ એક રાષ્ટ્રીય ચેતના છે. યુવા પેઢીના વિચારો વડાપ્રધાનશ્રી સુધી પહોંચશે અને રાષ્ટ્રીય વિકાસમાં તેમનું યોગદાન નોંધાવશે.
વિદ્યાર્થીઓએ આ અભિયાનમાં ભાગ લઈ પોતાના વિચારોને રાષ્ટ્રીય નેતૃત્વ સુધી પહોંચાડવાના ગૌરવનો અનુભવ કર્યો. 700 થી વધુ પોસ્ટકાર્ડો એકત્ર થયા. એ જૂનાગઢના વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને દેશપ્રેમના સાક્ષીરૂપ છે.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પોતાની ભૂમિકા નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક પૂર્ણ થયો. કોલેજમાં સ્વદેશ પ્રેમ અને સ્વદેશી વસ્તુઓ તરફ વધુ જાગૃતતા વિદ્યાર્થીઓમાં કેળવાય એવા કાર્યક્રમો યોજવા બદલ ટ્રસ્ટના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.