New Delhi,તા.15
ઈસરોએ સોમવારે જણાવ્યું હતુ કે, અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુકલાએ બધા 7 પ્રયોગો અને અન્ય અગાઉથી યોજીત ગતિવિધીઓને સફળતા પૂર્વક પુરી કરી લીધી છે. આથી એકિસઓમ-4 મિશનમાં મહત્વની સિદ્ધિ મળી છે.
ઈસરોએ જણાવ્યું હતુ કે, મેથી અને મગના બીજોનું અંકુર ટાર્ડિગ્રેડસનાં ભારતીય સ્ટ્રેન માયોજેનેસીસ સાઈનો બેકટેરીયા, સુક્ષ્મ શેવાળ, પાકના બીજ અને વોયેજર ડિસ્પ્લે પર પ્રયોગો યોજના અનુસાર પુરા થઈ ગયા છે.
ઈસરોએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ગગનયાત્રી શુભાંશુ શુકલાએ વિદાય સમારોહમાં બોલતા વૈજ્ઞાનિક અનુસંધાન પોર્ટફોલીયો, સંબંધીત પ્રોટોકોલ વિકસીત કરવા અને રાષ્ટ્રીય ભાગીદારી સાથે છાત્ર આઉટરીચ ગતિવિધીઓની રૂપરેખા તૈયાર કરવામાં ટીમ ઈસરોની સાથે સાથે અભિયાન 73 ના ચાલક દળનાં સભ્યોનો સહયોગ માટે આભાર માન્યો હતો.
આઈએસએસ પર શુન્ય ગુરૂત્વાકર્ષણ પ્રયોગ
શુભાંશુએ આંતર રાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર પાણી સાથે સંકળાયેલા શુન્ય ગુરૂત્વાકર્ષણનો પ્રયોગ કર્યો છે કે જેથી એ બતાવી શકાય કે માઈક્રો ગ્રેવિટી કેવી રીતે રોજબરોજની ભૌતિકીને બદલી શકે છે.
આ પ્રયોગ એકિસઓમ સ્પેસનાં આઉટરીચ અને વૈજ્ઞાનિક મિશનનો ભાગ હતો.તેમાં અંતરિક્ષમાં પાણીનાં અનોખા વ્યવહારને ઉજાગર કરાયો હતો.પ્રયોગ દરમ્યાન શુભાશુએ પાણીના પૃષ્ઠ તનાવનો ફાયદો ઉઠાવીને એક તરતો પાણીનો બબલ બનાવ્યો હતો.
શુભાંશુના પ્રયોગોથી લાભ મળશે
મંત્રી એકસઓમ-4 મિશનનાં સંદર્ભમાં બોલતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ગ્રુપ કેપ્ટન શુકલા દ્વારા કરવામાં આવેલ પ્રયોગથી દુનિયાનાં અનેક દેશોને લાભ થશે. મહત્વની વાત એ છે કે શુભાંશુનાં પ્રયોગ જીવન વિજ્ઞાન અને વૃક્ષારોપણ સાથે સંબંધીત છે.
તેમણે કહ્યું હતું કે, સ્વદેશી લોકો દ્વારા વિકસીત સ્વદેશી કિટ અને પ્રયોગોથી દુનિયાને લાભ થશે. આ પ્રયોગોની આજ સુધી કલ્પના પણ નહોતી કરી શકાઈ. ભારતની પહેલ પર શુભાંશુએ પુરી દુનિયા માટે આ કરી દેખાડયુ છે.