New Delhi,તા.7
ભારતનાં શુભાંશૂ શુકલા સહિત એકિસઓમ મિશનના બધા અંતરિક્ષ યાત્રીઓએ શનિવારે આંતર રાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએસએસ) પર ઓછા ગુરૂત્વાકર્ષણ (માઈક્રોગ્રેવિટ) માં હાડકાનું સ્વાસ્થ્ય અને રેડીએશનની અસર પર સંશોધન કર્યું હતું.
આ જાણકારી એકિસઓમ સ્પેસ અને ઈસરોએ આપી છે. આ સંશોધન આગળ ચાલીને સંધિવા અને હાડકાની બિમારીમાં મદદરૂપ થઈ શકે છે.લખનૌનાં રહેવાસી 39 વર્ષિય શુભાંશુ શુકલા 14 દિવસનાં મિશન પર છે.
તેઓ મિશનના પાયલોટ છે અને તેમની સાથે અમેરિકા, હંગેરી અને પોલેન્ડના અંતરિક્ષ યાત્રી પણ છે.