Junagadh,તા.29
જૂનાગઢની પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં દિન વિશેષ શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના ડો. દિનેશભાઇ ડઢાણીયાએ જણાવ્યું હતું કે સુભાષચંદ્ર બોઝનો જન્મ તા.23-1-1897ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયેલો હતો. 1921માં ઇંગ્લેન્ડ જઇ ભારતીય સિવિલ સેવાની પરીક્ષા તેમણે પાસ કરી હતી.
સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાંથી તેમણે ખૂબ પ્રેરણા લીધી હતી. સ્વભાવે સ્વમાની તેઓ પ્રથમથી જ અન્યાય સામે લડવાની માનસિકતા ધરાવતા હતા. 12 વર્ષ સુધી તેમણે જેલવાસ ભોગવ્યો હતો.
તેઓ શામ-દામ-દંડ કોઇપણ ભોગે દેશની સ્વતંત્રતા ઇચ્છતાં હતાં. તેમણે આઝાદ હિન્દ ફોજ અને ઇન્ડિયન આર્મીની સ્થાપના કરી હતી. તેમનું જીવનસૂત્ર હતું `તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા’ તેઓ હંમેશા યુવાનોના આદર્શ રહ્યા હતા.
એમ પ્રિ. ડો. દિનેશભાઇ ડઢાણીયાએ પોતાના વ્યાખ્યાનમાં જણાવી સુભાષચંદ્ર બોઝને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતાં.આ સમગ્ર આયોજન બદલ પટેલ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી કાન્તીભાઇ ફળદુ, પ્રમુખ સવજીભાઇ મેનપરા અને કોલેજ કમીટીના ઇન્ચાર્જ રતિભાઇ ભુવાએ અભિનંદન પાઠવ્યા હતાં.

