Surendaranagar, તા.6
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા લીંબડી નેશનલ હાઇવે પર ફુલગ્રામના પાટિયા પાસે કપચી ભરીને અમદાવાદ તરફ્ જઇ રહેલા એક ડમ્પર માં ઓચિંતી આગ ફટી નીકળતા અફરા તફરીના દ્રશ્યો સર્જાયા હતા.રોડ પર જતા સમયે અચાનક આગ લાગવાના બનાવ બાદ ચાલકે સમય સૂચકતા વાપરી રોડની સાઇડમાં મૂકી દેતા અન્ય કોઈ જાનહાનિ કે અક્સ્માતની ઘટના ટળી હતી.
બનાવ બાદ લોકોના ટોળા ત્યાં એકઠા થઇ ગયા હતા અને તુરંત ફાયર બ્રિગેડ તેમજ જોરાવરનગર પોલીસ ને જાણ કરવામાં આવી હતી.મોડે થી પહોંચેલી ફાયર એમ્બ્યુલન્સ દ્વારા સળગતા ડમ્પર પર પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં વાહન આગ માં સંપૂર્ણ સ્વાહા થઈ જતા લાખોનું નુકશાન થયાનું અનુમાન છે.
સાયલા હાઇવે તેમજ ગ્રામ્યમાં અવાર નવાર આગ ના બનતા બનાવોમાં ફાયર એમ્બ્યુલન્સ સુરેન્દ્રનગર, થાન, લીંબડી કે ચોટીલાથી મંગાવવી પડે છે. ત્યારે તે દૂરથી પહોંચે તે પહેલા જ મોટું નુક્સાન થઇ ચૂક્યું હોવાના અસંખ્ય બનાવો વચ્ચે તંત્ર આ બાબતે ગંભીરતા ધરી સ્થાનિક સ્તરે અગ્નિશમન વાહનની વ્યવસ્થા સત્વરે શરૂ કરે તે જરૂરી છે.

