ધો.૧૦ની અગાઉ લેવાતી ફીમાં ૨૦નો વધારો કરી ૪૨૫ રૂપિયા થયા : ધો.૧૨ સામાન્ય પ્રવાહની ફીમાં ૨૫ રૂપિયાનો વધારો
Gandhinagar, તા.૮
GSHEBએ ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા ફીમાં વધારો કર્યો છે. ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા ફીમાં કરાયો ૫ ટકાનો વધારો કર્યો. તો ધો.૧૦ની અગાઉ લેવાતી ફીમાં ૨૦નો વધારો કરી ૪૨૫ રૂપિયા થયા. ધો.૧૨ સામાન્ય પ્રવાહની અગાઉ લેવાતી ફીમાં ૨૫ રૂપિયાનો વધારો કરાયો. આમ, પરીક્ષા ફીમાં સતત વધારો કરતા ત્રણ વર્ષમાં ૨૦ ટકાનો વધારો થયો.
મોંઘવારીનો માર ઓછો હતો, ત્યાં હવે લોકો પર તેમના સંતાનોની ફીનો વધારો ઝીંકવામાં આવનાર છે. ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષના અંતમાં ફી વધારાનો મોટો નિર્ણય લીધો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ કે, આગામી ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાનારી છે. ત્યારે એ પહેલા GSHEB એ ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા ફીમાં કર્યો વધારો ઝીંક્યો છે. ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા ફીમાં ૫ ટકાનો વધારો કરાયો છે. પરીક્ષા ફીમાં સતત વધારો કરતા ત્રણ વર્ષમાં ૨૦ ટકાનો વધારો થયો છે.
કઈ સ્ટ્રીમની ફીમાં કેટલો વધારો
ધો.૧૦ની અગાઉ લેવાતી ફીમાં ૨૦નો વધારો કરી ૪૨૫ રૂપિયા કરાયા છે.
૧૨ સામાન્ય પ્રવાહની અગાઉ લેવાતી ફીમાં ૨૫ રૂપિયાનો વધારો
ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી હવે ચૂકવવી પડશે ૫૯૦ રૂપિયા
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની અગાઉ લેવાતી ફીમાં ૩૦ રૂપિયાનો વધારો
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફી હવે ચૂકવવી પડશે ૭૨૫ રૂપિયા
આ વધારાની સીધી અસર લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર પડશે. પરીક્ષા ફીમાં સીધો ૧૦ ટકાનો વધારો વાલીઓના બજેટને મોટી અસર કરશે.
ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.

