સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લાની શાળાઓમાં ગત તા.૪મે થી ૩૫ દિવસીય ઉનાળું વેકેશનનો પ્રારંભ થયો હતો. સતત ૩૫ દિવસ સુધી ચાલેલાં ઉનાળું વેકેશન દરમિયાન વિદ્યાર્થી-વાલીઓએ સ્થાનિકથી લઈ વિવિધ ફરવાલાયક સ્થળોની મુલાકાત લઈ વેકેશનની મોજ માણી હતી. તો, આ સમય દરમિયાન શહેર અને જિલ્લામાં વિવિધ શૈક્ષણિક-સામાજિક-સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા અનેકવિધ નવા વિચારો સાથેના સમર કેમ્પ સહિત વિદ્યાર્થીઓમાં રહેલી કલાને મંચ પુરૂં પાડતાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. ૩૫ દિવસીય ઉનાળું વેકેશન આજે પૂર્ણ થતાં આવતીકાલ તા.૯ને સોમવારથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. આ સાથે જ ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી સરકારી અને ખાનગી મળી ૧૦૨૦ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજિત ૩.૩૫ લાખ બાળકો તથા ૯ હજાર શિક્ષકો તથા ૪૨૦ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (હાઈસ્કૂલ) શાળાઓ તથા તેના ૨૮૦૦ શિક્ષકો શિક્ષણ કાર્યમાં રત જોવા મળશે. જયારે, આગામી તા.૧૮થી શહેર અને જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થશે. જો કે, સોમવારથી શાળાઓ શરૂ થવાની હોવાથી તેની પૂર્વ સંધ્યાએ આજે શહેર અને જિલ્લાના મુખ્ય તાલુકા મથકોએ સવારથી જ વિદ્યાર્થી-વાલીઓની સ્ટેશનરીની દુકાને ભેરે ભીડ જોેવા મળી હતી.
Trending
- ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?
- Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ
- જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh
- 09 નવેમ્બર નું પંચાંગ
- 09 નવેમ્બર નું રાશિફળ
- Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા
- Gujarat માંથી પાકિસ્તાનમાં પૈસા મોકલવાનું મસમોટું કૌભાંડ, હર્ષ સંઘવીએ માહિતી આપી
- રાહત પેકેજ,Junagadh જિલ્લાના મેંદરડાના ખાલપીપલી ગામના ખેડૂતોએ પ્રદર્શન કર્યું

