Mumbai,તા.23
અક્ષય ખન્ના અને સની દેઓલ આશરે ૨૮ વર્ષ પછી સ્ક્રીન શેર કરવાના છે. છેલ્લે આ બંને કલાકારો જે. પી. દત્તાની વોર ફિલ્મ ‘બોર્ડર’માં સાથે દેખાયા હતા. હવે તેઓ એક ઓટીટી પ્લેટફોર્મના પ્રોજેક્ટ ‘ઈક્કા’માં સાથે દેખાશે.
આ પ્રોજેક્ટનું દિગ્દર્શન સિદ્ધાર્થ પી. મલ્હોત્રા કરવાનો છે. મૂળ તો એક હોલીવૂડ ફિલ્મનું ભારતીય રુપાંતરણ કરી આ ફિલ્મ બનાવવાની હતી. જોકે, સિદ્ધાર્થ પી. મલ્હોત્રાને સ્ક્રીપ્ટ પસંદ ન પડતાં હવે તેણે એક મૌલિક ભારતીય સ્ટોરી પરથી જ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ ૨૦૨૬માં રીલિઝ કરવાનું પ્લાનિંગ છે.
સની દેઓલ તથા અક્ષય ખન્ના બંનેને પોતાની સેકન્ડ ઈનિંગમાં અણધારી સફળતા મળી છે. સનીએ ‘ગદ્દર ટુ’ સહિતની સફળ ફિલ્મો આપી છે જ્યારે અક્ષય ખન્ના ‘છાવા’ ફિલ્મથી ફરી લાઈમલાઈટમાં આવ્યો છે.