Mumbai,તા.11
સની દેઓલની ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ લાંબા સમયથી બનીને તૈયાર છે. જોકે, ફિલ્મની રીલિઝ ડેટનાં હજુ કોઈ ઠેકાણાં નથી. હવે એવું કહેવાય છે કે નિર્માતા આમિર ખાન તથા દિગ્દર્શક રાજકુમાર સંતોષી વચ્ચે ફિલ્મનું ટાઈટલ બદલવા બાબતે પણ વાંધો પડયો છે. આમિર ટાઈટલ બદલવા માગે છે પરંતુ સંતોષી તેનાથી નાખુશ છે. દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતાં કોઇ પણ ભારતીય ફિલ્મને પાકિસ્તાના શહેરના શીર્ષક સાથે રીલિઝ કરવામાં આવે તે યોગ્ય નથી. તેથી ટાઈટલ બદલવા ભલામણ કરાઈ છે.
જોકે રાજકુમાર સંતોષીએ આ બાબતે કહ્યું હતું કે, શીર્ષક બદલવાનો આખરી નિર્ણય ફિલ્મના નિર્માતા આમિર ખાને કરવાનો છે. પરંતુ આની તરફેણમાં નથી. મેં આ ફિલ્મ બનાવવા માટે લગભગ ૨૦ વરસ સુધી રાહ જોઇ છે.આ ફિલ્મ મૂળ નાટક ‘જિસને લાહોર નહિ દેખિયા વા જન્મ્યા હિ નહિ’ પરથી બની હોવાનું કહેવાય છે. હવે ટાઈટલમાંથી લાહોર શબ્દની બાદબાકી અંગે મતભેદ સર્જાયો છે.

