હાઉસકીપિંગનું નામ કરતી મહિલાને કામના બહાને બોલાવી જાતીય સતામણી કરી
Rajkot,તા.11
મેટોડા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં કામ કરતી મહિલાનો સુપરવાઈઝરે તું મને ખુબ ગમે છે કહી હાથ પકડી લઇ છેડતી કરતા મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
મેટોડા જીઆઈડીસીમાં રહેતી મૂળ ધારી પંથકની 21 વર્ષીય પરિણીતાએ મેટોડા જીઆઈડીસી પોલીસમાં મથકમાં નોંધાવેલી ફરિયાદમાં મેહુલ અશોક સોલંકીનું નામ આપતાં જણાવ્યું હતું કે, મારા સુપરવાઇઝર મેહુલભાઈ નીચે આવેલ અને મને કહેલ કે ઉપર સીડી પાસે કામ છે, ત્યાં આવજે. જેથી હું ત્યા સીડી પાસે ગયેલ ત્યારે મેહુલ એકલો ત્યા હાજર હતો અને મને કહેલ તુ મને ખુબ ગમે છે અને તુ મારી સાથે સંબંધ રાખ કહી મારો હાથ પકડેલ હતો. જેથી મે તેને કહેલ કે, તુ મને જવા દે, હું કોઈને નહિ કહું તેમ કહી હું ત્યાથી નિકળી ગયેલ હતી અને તુરંત મારા ઘરે ચાલી ગયેલ હતી. રાત્રે મારા પતિ ઘરે આવતા આ બનાવની જાણ મે મારા પતિ તેમજ ભાઈ, સાસુ તથા નણંદને બનાવ બાબતે જાણ કરેલ હતી.
બાદમાં પરિણીતાએ મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં કંપની સુપરવાઈઝર વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે છેડતીની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હત