Gondal તા.4
રીબડા નાં અનિરુદ્ધસિંહ જાડેજાને હાઇકોર્ટ દ્વારા આજીવન કેદ બરકરાર કરાયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ હુકમને બહાલી અપાઇ હોય અનિરુદ્ધસિંહ માટે આજીવન કેદ નિશ્ચિત બની છે.ત્યારે શુક્રવાર તા.5 બપોર નાં બે કલાકે રીબડા ખાતે અનિરુદ્ધસિંહ નાં સમર્થકો દ્વારા સંમેલન નું આયોજન કરાયુ છે.
આ અંગે આયોજક પૈકી અમદાવાદ નાં સામાજિક કાર્યકર અતુલભાઈ દવે એ માહીતી આપતા જણાવ્યુ કે અનિરુદ્ધસિંહ નાં આજીવન કેદ નાં હુકમ માં કેટલાક ટેકનીકલી વિષયો અધુરા રહ્યા છે.તે વિષયો ની સંમેલન માં છણાવટ કરી સરકાર નાં ધ્યાને મુકાશે.
તેમણે કહ્યુ કે અનિરુદ્ધસિંહે 18 વર્ષ જેલસજા ભોગવી છે.ત્યારે જેલ સજા માફી અંગે વર્ષ 2014 માં જેલ પ્રશાસન દ્વારા પ્રક્રીયા હાથ ધરાઇ હતી.સરકાર માં એબી કમીટી દ્વારા ભલામણ પણ મોકલી અપાઇ હતી.અને સરકાર દ્વારા હુકમ પેંડીંગ રખાયો હતો.વર્ષ 2917 માં સરકાર દ્વારા પરિપત્ર બહાર પડાયેલો જેમાં રાજ્યપાલ દ્વારા બંધારણની કલમ 161 મુજબ તેઓ કોઈ કેદીની સજા માફી કે ઓછી કરી શકે.પરંતુ જુનાગઢ જેલ તંત્ર દ્વારા એ સમયે એબી કમીટી સમક્ષ નામ કોઇ કારણોસર રજુ કરાયુ ના હતુ .
ખરેખર તો વર્ષ 2014 માં આ પ્રોરીજર પુર્ણ કરી દેવાઇ હતી.વધુમાં 2018 માં અનિરુદ્ધસિંહ ની સજા માફીનો સરકાર દ્વારા વિરોધ કરાયો નથી.આમ અનિરુદ્ધસિંહ ની સજા માફી અયોગ્ય કે ખોટી છે.તે સાબીત થતુ નથી.એટલે હાલ સજામાફી નાં વિવાદ માં ક્યાંક ને ક્યાંક ટેકનીકલી બાબતો જે મહત્વની છે.તે બાબતે સંમેલન નુ આયોજન કરાયાનું તેમણે જણાવ્યું હતુ.
રીબડા માં શુક્રવાર નાં યોજાનારા સંમેલન અંગે સોશિયલ મિડિયા માં અલગ-અલગ પોસ્ટ ફરતી થઈ છે.જે પૈકી કેટલાક માં જ્ઞાતી સંમેલન અંગે પણ લખાયુ છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ફરારી અનિરુદ્ધસિંહ ને તા.18 સુધીમાં સરેન્ડર કરવા આદેશ કરાયો છે.ત્યારે રીબડા માં ટેકનીકલ મુદાને આગળ ધરી યોજાનાર સંમેલને ગોંડલ પંથક માં ફરીવાર ગરમાવો લાવી દીધો છે.