New Delhi,તા.27
નાણાકીય સમસ્યા અને ઘટતા જતા ગ્રાહકોની ડબલ-ટ્રબલમાં ફસાયેલી વોડાફોન-આઈડીયા મોબાઈલ સેવા આપતી કંપનીને એક મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકાર સાથેના એડજેસ્ટ ગ્રોસ રેવન્યુ (એજીઆર) વિવાદમાં હવે પુનઃ વિચારણા કરવા સરકારને મંજુરી આપી છે. જેથી જો સરકાર હકારાત્મક વલણ લેશે તો વોડાફોન-આઈડીયા સહિતની કંપનીઓને મોટી રાહત થશે.
વોડાફોન-આઈડીયાને બંધ થતી બચાવવા કેન્દ્રએ તેના લેણા બદલા પેટે આ કંપનીના 49% શેર મેળવ્યા છે. સરકારે પણ સ્વીકાર્યુ કે આ કંપની તેનું કામકાજ ચાલુ રાખે તે ટેલીકોમ ગ્રાહકોના હિતમાં છે.
હવે વોડાફોન-આઈડીયાએ જે મુદ્દા ઉઠાવ્યા છે તેના પર સરકાર વિચાર કરશે. આજે સુપ્રીમે તેની મંજુરી આપતા વોડાફોન-આઈડીયાનો શેર લાંબા ગાળા બાદ તેની રૂા.10ની મૂળ કિંમતથી આગળ ગયો છે. કંપનીને હવે હજારો કરોડની રકમ ભરપાઈ કરવી પડશે નહી તેવું જણાય છે.

