New Delhi,તા.14
બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મતદાર યાદીની પૂન: સમીક્ષા કરવાના ચૂંટણીપંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી દેતા હવે પંચે તમામ રાજય સરકારોને આ પ્રકારની પુન: સમીક્ષા માટેની પ્રક્રિયા માટે તૈયાર રહેવા આદેશ આપ્યો છે અને રાજયના ચૂંટણી અધિકારીઓએ તા.1 જાન્યુ 2026ના જેઓએ મતદાર બનવા માટેની નિશ્ચિત 18 વર્ષની આયુ પાત્રતા મેળવી છે તેમના નામ મતદાર યાદીમાં હોય તે નિશ્ચિત કરવા જણાવાયું છે.
ગત સપ્તાહે જ સુપ્રીમ કોર્ટમાં બિહારમાં 2003ની મતદાર યાદીના આધારે ત્યાર બાદના સમયે જે નવા મતદારો ઉમેરાયા છે તેમની પુન:સમક્ષા કરવા નિર્ણય લેતા જ જબરો રાજકીય વિવાદ ઉભો થયો હતો અને છેક સુપ્રીમ કોર્ટ સુધી તે મામલો પહોંચ્યો હતો પરંતુ સર્વોચ્ચ અદાલતે ચૂંટણીપંચના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે અને તેને આગળ વધવા લીલી ઝંડી આપતા જ પંચે હવે ગુજરાત સહિત તમામ રાજયોમાં આ પ્રકારની પુન:સમીક્ષા કરવા નિર્ણય લીધો છે.
પંચ દ્વારા રાજયોના ચૂંટણી અધિકારીઓને આ માટેનો મીકેનીઝમ તૈયાર રાખવા જણાવ્યું છે. અને એક વખત બિહારની ચૂંટણી પુરી થયા બાદ દેશભરમાં આ પ્રક્રિયા અમલમાં આવશે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, આસામ જેવા રાજયો કે જયાં મોટાપાયે બાંગલાદેશી સહિતના ઘુષણખોરો પણ મતદાર બની ગયા છે. તેની સાફસાફી કરશે
આગામી વર્ષે જયાં ચૂંટણી યોજવાની છે ત્યાં આ કામગીરીને અગ્રતા અપાશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચની આ કવાયતને યોગ્ય ગણાવી હતી. બિહારમાં આ મુદે તા.23 સુધીમાં નવી મતદાર યાદી તૈયાર થઈ જશે અને તેનો વિવાદ પણ હજુ યથાવત છે. અને ચૂંટણીમાં તેના રાજકીય પડઘા પડશે.
પંચે 2003 બાદના મતદારોની સમીક્ષા માટે 11 જેટલા પ્રમાણપત્રો માન્ય રાખ્યા છે પણ તેમાં આધાર કે પાનકાર્ડને માન્ય રાખ્યું નથી. અને તે મુદે પણ હવે પંચ આખરી નિર્ણય લેશે.