New Delhi તા.11
સુપ્રિમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે, કોઈપણ આરોપી જો વોરંટની સર્વિસમાં અડચણો ઉભી કરે છે કે કેસની કાર્યવાહીથી ભાગે છે તે વચગાળાના જામીનનો અધિકાર નથી મળતો.
સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે મામલાની તપાસ બાદ જયારે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે ત્યારે આરોપીને સમન કે વોરંટ ઈસ્યુ કરવામાં આવે છે તો તે કાયદાને આધિન સરન્ડર કરવા માટે બંધાયેલ છે.
જો તે ખુદને છુપાવે છે કે અને કાયદા સામે રજુ નથી થતા તો તેમને આગોતરા જામીનનો લાભ ન આપવો જોઈએ. ખાસ કરીને જયારે અદાલત તેને પહેલી નજરે ગંભીર આર્થિક નજરે ગંભીર આર્થિક અપરાધ કે ક્રુર અપરાધોમાં આરોપી સમજી હોય.
આ સંદર્ભમાં સુપ્રિમ કોર્ટે આરોપીઓને આપવામાં આવેલ આગોતરા જામીન રદ કરી દીધા હતા જે ખાસ અદાલત દ્વારા અગાઉ જામીન વોરંટ અને બાદમાં બીનજામીન વોરંટ અને ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી બાદ પણ રજુ ન થયા હોલ.
આરોપી પર કંપની અધિનિયમની ધારા 447 ભારતીય દંડ સંહિતા અંતર્ગત વિભિન્ન અપરાધોનો આરોપ હતો.ગંભીર છેતરપીંડી તપાસ કાર્યાલય (એસએઈઆઈઓ)એ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા આપવામાં જામીનની સામે ખાસ મંજુરી અરજી (એસએલપી) દાખલ કરી હતી. જયારે ખાસ અદાલતે તેમની આગોતરા જામીન અરજી પહેલાં જ ફગાવી દીધી હતી.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, આરોપી 2022 થી વોરંટનો અમલ કરવાથી ભાગતો રહ્યો હતો અને 2023 માં હાઈકોર્ટથી તેને જામીન મળ્યા હતા. કોર્ટ એ પણ વાત પર પણ જોર આપ્યું કે જયારે આરોપી સામે ધરપકડ વોરંટ જાહેર થઈ જાય કે તેને ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી શરૂ થઈ જાય તો આવી સ્થિતિમાં આગોતરા જામીન આપવાની અસાધારણ શકિતનો ઉપયોગ નથી કરી શકાતો. કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે આગોતરા જામીન એક વિશેષાધિકાર છે.નિયમ નથી અને તે તેને મળવો જોઈએ જે કાયદાનું સન્માન કરે છે.