New Delhi,તા,22
રાષ્ટ્રપતિ અને રાજયપાલો માટે સંસદ-વિધાનસભામાં પસાર થયેલા ખરડાઓને મંજુરી આપવા મુદે સુપ્રીમકોર્ટે નિશ્ચિત કરેલી સમય મર્યાદા મુદે રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 243 હેઠળ સર્વોચ્ચ અદાલત સમક્ષ જે રેફરન્સ માંગ્યો છે.
તે મુદે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર તથા તમામ રાજયોને નોટીસ આપીને તેમનો જવાબ આપવા જણાવ્યું છે. સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી બી.આર.ગવાઈના નેતૃત્વ હેઠળની પાંચ જજોની ખંડપીઠ હવે આ મુદે ઓકટોબર મધ્યમાં સુનાવણી કરશે.
સુપ્રીમકોર્ટ તામિલનાડુ સરકાર દ્વારા રાજયપાલ એ 10 જેટલા ખરડાઓ પર જે રીતે લાંબો સમય કોઈ નિર્ણય નથી લેતા તે અંગે સુપ્રીમકોર્ટમાં કરેલ રીટ સંદર્ભમાં આ વિવાદ સર્જાયો હતો.
હવે સુપ્રીમકોર્ટે તેના પર ઓગષ્ટ માસના મધ્યમાં સુનાવણી કરશે. આજે સર્વોચ્ચ અદાલત સમક્ષ તામિલનાડુ અને કેરળ સરકારના ધારાશાસ્ત્રીઓએ રાષ્ટ્રપતિ દ્વારા માંગવામાં આવેલા રેફરન્સની યોગ્યતા સામે જ પ્રશ્ન ઉઠાવ્યા હતા.