પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં આજીવન સજા માફી હાઇકોર્ટેએ રદ કરતા જેની સામે અનિરુદ્ધ સિંહ જાડેજા સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગી હતી
Gondal,તા.01
ગોંડલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ દરમ્યાન તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા ઉપર ગોળીબાર ધરબીને હત્યાના 37 વર્ષ પહેલાના કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા સરકાર દ્વારા માફ કરવાનો હુકમ સામે પોપટભાઈ ના પોત્ર દ્વારા આજીવન સજા રદ કરવા કરેલી પિટિશનમાં હાઇકોર્ટે મુક્તિના આદેશને ભૂલભરેલો ગણાવ્યો હોવાથી, તેને જેલ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યોનો હુકમ કર્યો છે. હાઇકોર્ટના હુકમને અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રિમ કોર્ટમાં પડકારેલી જેની પ્રથમ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને ઝટકો આપી હાઇકોર્ટનો હુકમ માન્ય રાખી આગામી તારીખ 18/ 9 સુધીમાં શરણે થવા આદેશ કર્યો છે.વધુ વિગત મુજબ ગોંડલ શહેરની સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં 15 ઓગસ્ટ 1988 ના સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશકુમારની ધરપકડ કરી હતી. તેઓને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા અપીલ કરવામાં આવતાં સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી. અનિરુદ્ધસિંહ જાડેજા ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યા હતા. બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર એ જેલના એડીજીપી ટી.એસ બીષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.સ્વ. ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી દાખલ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારી છે. રાજય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે.સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરી તેને બાકીની સજા ભોગવવા માટે જેલમાં પરત મોકલવા જોઈએ તેવી દલીલ કરી હતી. કાયદાના અધિકાર વિના પસાર કરવામાં આવ્યો હતો. કસ્ટડીનો સમય 14 વર્ષથી ઓછો હતો, જેના કારણે તેઓ રાજ્ય સરકારની નીતિ હેઠળ માફી માટે અયોગ્ય બન્યા. કારણ કે માફીના નિર્ણયો માટે ફરજિયાત સલાહકાર બોર્ડ સમક્ષ કેસ ક્યારેય રજૂ કરવામાં આવ્યો ન હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે બિષ્ટનો આદેશ “સત્તા વિનાનો છે. તેમાં કોઈ કાયદાનું બળ નથી અને તે રદબાતલ છે અને અનિરુદ્ધસિંહ જાડેજાની અકાળ મુક્તિ કાયદાના અધિકાર વિના છે.” કોર્ટે જાડેજાના મુક્તિના આદેશને ભૂલભરેલો ગણાવ્યો હોવાથી, તેને જેલ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો. જાડેજાએ રજૂઆત કરી હતી કે તે માફીનો લાભ આપવા માંગે છે. કોર્ટે કહ્યું કે જાડેજા છેલ્લા સાત વર્ષથી સ્વતંત્રતાનો આનંદ માણી રહ્યો છે. જ્યાં સુધી તે જેલમાં ન હોય ત્યાં સુધી તે માફીનો લાભનો દાવો કરી શકતો નથી. કોર્ટે તેમના રાહત અધિકાર માટે અરજી કરવાની મંજૂરી આપી અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત જોગવાઈઓ અને NALSA દ્વારા જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસાર આઠ અઠવાડિયામાં તેમની માફી અરજી પર નિર્ણય લેવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટના નિર્ણયથી નારાજ થઈ અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમા
તા.૨૯ના રોજ સ્પે. લીવ પીટીશન (ક્રિમીનલ) રજૂ કરી હતી. જે બીજા દિવસે એટલે કે તા.૩૦ના રોજ દાખલ થઈ હતી. .સુપ્રિમ કોર્ટના જસ્ટીસ દિપાંકર દત્તા અને જસ્ટીસ ઓગસ્ટીન જર્યોજની બેંચ સમક્ષ આ લીવ પીટીશનની સુનાવણી થશે. તા.૧ સપ્ટેમ્બરને આજ રોજ રાખવામાં આવી હતી. જે ખંડપીઠની બેંચ સમક્ષ રીત પિટિશન ચાલી જતા ન્યાયધીશે હાઇકોર્ટનો હુકમ યથાવત રાખી અનિરુદ્ધસિંહ ને આગામી તારીખ 18 /9 સુધીમાં કોર્ટમાં સરન્ડર થવા હુકમ કર્યો છે.