Rajkotતા.14
પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં ફરી એક વખત જેલમાં મોકલાયેલા રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાના પરિવારને વધુ એક આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે અનિરૂધ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
રાજદીપે ગોંડલમાં અમીત ખુંટ આપઘાત કેસમાં વોન્ટેડ જાહેર કરાયો છે પરંતુ લાંબા સમયથી તે પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. જેમાં સુપ્રીમ કોર્ટમાં તેણે કરેલી આગોતરા જામીન અરજી નકારાતા હવે તેણે પણ પોલીસ સમક્ષ હાજર થવું પડશે તેવા સંકેત છે.
હજુ બે સપ્તાહ પહેલા જ અનિરૂધ્ધસિંહ જાડેજાને પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં બાકીની સજા ભોગવવામાં જે માફી મળી હતી તે સર્વોચ્ચ અદાલતે રદ કરતા તેને ફરી એક વખત જેલમાં જવું પડયું છે. રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજીનો ગુજરાત સરકારે વિરોધ કર્યો હતો.