New Delhi, તા.29
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે જો સમાજ ડોકટરોની સાથે નહીં ઉભો રહે તો કોર્ટને ક્યારેય માફ નહીં કરે. કોવિડ રોગચાળા દરમિયાન ખાનગી ક્લિનિક્સ, દવાખાનાઓ અને માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોમાં સેવા આપતી વખતે મૃત્યુ પામેલા ડોકટરો અને આરોગ્યસંભાળ કર્મચારીઓને સરકારી વીમા યોજનાઓમાં સામેલ ન કરવાને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી.
કોર્ટે કહ્યું કે એવું માનવું ખોટું છે કે ખાનગી ડોક્ટરો ફક્ત નફો કમાવવા માટે કામ કરી રહ્યા હતા. કોર્ટે કહ્યું, “જો તમને સાબિત થાય કે તેઓ કોવિડ ડ્યુટી પર હતા અને કોવિડને કારણે મૃત્યુ પામ્યા, તો વીમા કંપનીને ચૂકવણી કરવા દબાણ કરો. ફક્ત એટલા માટે કે તેઓ સરકારી સેવામાં ન હતા, એવું માનવું યોગ્ય નથી કે તેઓ નફો કમાઈ રહ્યા હતા અથવા નિષ્ક્રિય બેઠા હતા.
વીમા કંપનીઓએ નિર્ણય સ્વીકારવો પડશે
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રધાનમંત્રી વીમા યોજના ઉપરાંત ઉપલબ્ધ સમાન અથવા સમાંતર યોજનાઓ સંબંધિત તમામ ડેટા અને માહિતી કોર્ટને પૂરી પાડવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે કહ્યું, “અમે સિદ્ધાંતો નક્કી કરીશું, અને તેના આધારે વીમા કંપની સમક્ષ દાવા રજૂ કરી શકાય છે. વીમા કંપનીએ અમારા નિર્ણયના આધારે આદેશો પસાર કરવા પડશે.”

