Surat,તા.૧૩
સુરતમાં કઠોરની જમીન કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એનઆરઆઈની જમીનની બોગસ વીલ બનાવી ખેલ ખેલવામાં આવ્યો હતો.
સુરતમાં કઠોર ગામમાં ખોલવડના ભેજાબાજે એનઆરઆઇની જમીનનો બોગસ વીલ બનાવી કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. નામ ફેરફારની નોંધ સામે પાવરદારે વાંધો ઉઠાવ્યો છે. ભેજાબાજ ઉપરાંત જમીન ખરીદનાર વિરૂધ્ધ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમની ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી છે.
સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરતા આરોપીઓ અગાઉ પોલીસને ચોપડે ગુનેગાર તરીકે નોંધાયા છે. જેમાં સરફરાઝ અલ્લારખા મુલતાની, મોહમદ સિદીક વાડીવાલા પણ પોલીસ ચોપડે આરોપી છે. હાલ બંને આરોપી સીઆઇડી ક્રાઇમની પકડથી દૂર છે.સીઆઇડી ક્રાઇમની તપાસમાં અન્ય નામ ખૂલી શકવાની સંભાવના છે.