અલથાણ પોલીસ મથકના સંબંધિત અધિકારીને તા.૧૮ ડીસેમ્બરના કેસની તપાસમાં હાજર રહેવા આદેશ
Surat, તા.૧૯
સુતરના રેલ્વે સ્ટેશન ખાતે કોમર્શિયલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે કાર્યરત મહિલા અધિકારી તેમજ બનાસકાંઠાના દિયોદર ખાતે મેનેજર મહિલા અધિકારીના પતિ વિરૂધ અલથાણ પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. દ્વાાર સામાન્ય બાબતમાં ખોટા કેસ કરી ખોટી રીતે ધરપકડ કરી મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયેલ જે મામલે ભોગ બનનાર દંપતિએ રાજ્યની વડી અદાલતમાં પોતાના ધારાશાસ્ત્રી મારફત અદાલતી આદેશના અપમાન તેમજ નાગરિક સુરક્ષા સંહિતાની મૂળભૂત જોગવાઈઓનો ભંગ કરવા સબબ ન્યાય માટે અરજી દાખલ કરેલ હતી. જેની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટની ડીવીઝન બેંચે સંબંધિત અધિકારી કે કર્મચારીને આગામી સુનાવણી સમયે તા.૧૮ ડીસેમ્બરના રોજ અદાલતમાં જાતે હાજર રહેવા નોટીસ ફટકારેલ છે.
અલથાણ પોલીસ મથકના એ.એસ.આઈ. દ્વારા દંપતિનો ખોટી રીતે ધરપકડ કરી સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશ માર્ગદર્શિકાનુ ઉલ્લંઘન કર્યાની અરજદાર દંપતિ વતી તેમના ધારાશાસ્ત્રી પિયુષ લાખાણી, રીટા લાખાણી, નીલ લાખાણી ત્થા સચિન કદમ મારફત અરજી દાખલ કરાયેલ જેમાં અરજદારના ધારાશાસ્ત્રીઓની દલીલો માન્ય રાખી અદાલતે પોલીસ મથકના સંબંધિત અધિકારીને હાજર થવા હુકમ કરેલ છે.