સબ્જી માર્કેટમાં લારી લગાવવા મુદ્દે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Surat,તા.૨૦
જાહેરમાં ધોળા દિવસે બધાની સામે થયેલી આ મારામારીને લઈને પોલીસની કામગીરીને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. વીડિયોમાં એ વસ્તુ પણ જોવા મળી રહી છે કે એક વ્યક્તિ દ્વારા મહિલાને માર મારવામાં આવી રહ્યો છે. સાથે જ મહિલા પણ મારામારી કરી રહી છે. જોકે આસપાસ ઉભેલા લોકો પણ આ મારામારીના દ્રશ્યો જોઈ રહ્યા છે પણ કોઈ વચ્ચે પડીને આમને છોડાવી નથી રહ્યું.
સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વરાજ કોમ્પ્લેક્ષ આવેલું છે. જેની સામે આ સબ્જી માર્કેટ ચાલે છે. આ સબ્જી માર્કેટમાં લારી લગાવવા મુદ્દે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. સાથે જ યુઝર્સ પણ વીડિયો જોઈને નવાઈ પામી ગયા છે.
ઉલ્લેખનીય છે કે આ બનાવમાં એક વ્યક્તિ મહિલાને જાહેરમાં ઢોરમાર મારતો નજરે પડી રહ્યો છે. તેમ છતાં આસપાસ ઉભેલા લોકો જોઈ રહ્યા છે પણ કોઈ છોડાવી નથી રહ્યું. ધોળા દિવસે થયેલી આ મારામારીને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે માત્ર વ્યક્તિ મહિલાને માર મારી રહ્યો છે તેવું નથી, મહિલા પણ સામે મારામારી કરી રહી છે

