Surat,તા.૨૧
સુરત જિલ્લાના કોસંબા સાવા પાટિયા વિસ્તારમાં ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે જીઇબી કર્મચારીઓના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અમોલ પાટીલ અને પ્રજ્ઞેશ પટેલનું ઘટના સ્થળે જ કરુણ અવસાન થયું હતું.
જીઇબીના કર્મચારી અમોલ પાટીલ અને પ્રજ્ઞેશ પટેલ સુરત પાંડેસરા જીઆઇડીસીથી વડોદરા ટ્રાન્સફોર્મર લેવા જઈ રહ્યા હતા. તે દરમ્યાન સુરત-વડોદરા હાઈવે પર એક બેફામ ટ્રક, એક બાઈક અને અન્ય વાહન વચ્ચે ટક્કર થઇ હતી. જેના કારણે આ ઘટના બની હતી.
આ ઘટના બાદ સુરત-વડોદરા હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. લોકો મોટી સંખ્યામાં ઘટનાના સ્થળે ભેગા થઇ ગયા હતા. જેના કારણે પોલીસને ટ્રાફિક વ્યવસ્થિત કરવા માટે ઘણી જહેમત કરવી પડી હતી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સાથે જ ટ્રક ચાલક વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. બંને ય્ઈમ્ કર્મચારીઓના મોતથી તેમના પરિવારજનો અને સહકર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.