Surat ,તા.૭
સુરત લિંબાયત વિસ્તારમાં સુરત મનપાએ વેરા વસૂલાત કરવા ઝુંબેશ હાથ ધરી છે. કોમર્શિયલ મિલકતધારકોએ લાંબા સમયથી વેરો ન ભરતા મિલકતો ટાંચમાં લીધી છે. એક જ દિવસમાં ૭૯ લાખની વસૂલાત કરતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.
સુરતમાં મનપા દ્વારા લિંબાયત ઝોનમાં વેરા વસૂલવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કોમર્શિયલ મિલકતધારકોએ લાંબા સમયથી વેરો ભર્યો નહતો. જેથી નોટિસ આપવામાં આવી હતી. પરંતુ નોટિસનો કોઈ જવાબ ન આપતા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાની ઝુંબેશ થકી રૂપિયા ૭૮.૯૦ લાખની વસૂલાત કરાઈ છે. મનપા દ્વારા મિલકતોને ટાંચમાં લઇ સીલ કરવામાં આવી છે. મિલકતો સીલ કરાતા મિલકતધારકોએ વેરાની ભરપાઇ કરી છે.
સુરત મનપાને એક જ દિવસમાં રૂપિયા ૭૮.૯૦ લાખની વસૂલાત કરી છે. ૬ જાન્યુઆરી સુધીમાં ૧૮૨.૦૮ કરોડના વેરાની વસૂલાત થઇ છે, ૩૧૪.૫૯ કરોડ વસૂલાતની ડિમાન્ડની સામે ૧૮૨.૦૮ કરોડના વેરાની વસૂલાત કરાઈ હતી. આમ લિંબાયત ઝોન દ્વારા એક જ દિવસમાં કુલ રૂપિયા ૭૮,૯૦,૦૦૦ ની વસૂલાત કરી હતી.