Surat,તા.૯
સુરતમાં આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર થવા પામી હતી. આ ઘટનામાં પતિનું અન્ય મહિલા સાથે અફેર પત્નીએ પકડ્યુ હોવાની માહિતી સામે આવી છે. ત્યારે પોલીસ સાથે પહોચી પત્નીએ પતિને અન્ય મહિલાના ઘરેથી પકડ્યા હતા.
આ ઘટનામાં પત્નીએ પતિનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. ત્યારે અન્ય મહિલા સાથે પતિ ઝડપાવાના મુદ્દે પતિ-પત્નિ વચ્ચેનો ઝઘડો ઉમરા પોલીસ મથકે પહોચ્યો હતો. જેમાં વિવિધ બાબતો સામે આવી હતી. આ ઘટનામાં પતિ અન્ય મહિલા સાથે રહેતો હોવાનો પણ પત્નીએ આરોપ લગાવ્યો છે.
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે મારા પતી આરટીઓ ઇન્સપેક્ટર છે મે તેમને પોલીસ સાથે અન્ય મહિલા સાથે રંગે હાથ પકડ્યા હતા. મારી માંગણી છે કે મને પૂરતો ન્યાય મળે, અને છેલ્લા એક વર્ષથી મારા પતિએ મને મારા બાળક સાથે કાઢી મુકી હતી. અને મારે તેમની સામે એટ્રોસીટીનો કેસ કરવો છે. મારા સાસુ અને સસરાએ મને માર માર્યો છે, ત્યારે આ બાબતે હું ન્યાયની માંગણી કરું છું.