Surat,તા,27
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુરતમાં ત્રણ દિવસમાં ચોથી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં કિન્નર અને યુવક વચ્ચે થયેલી બબાલ બાદ કિન્નરની હત્યા કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કિન્નર અને યુવક ઝઘડો થતાં કિન્નરની હત્યા
મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતા સંજના (ઉં.વ. 49) નામના કિન્નરની કિશન નામના યુવક સાથે અણબનાવના કારણે બબાબ થઈ હતી. જેમાં કિશને સંજનાને ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કિશનને કિન્નર સંજના સાથે સંબંધો હતો. કેટલાક દિવસોથી કિન્નર કિશનના ઘરે રહેવા આવી ગયો હતો. જેમાં બંને વચ્ચે અણબનાવના કારણે ઝઘડો થયો હતો.
ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉમરવાડા ટેનામેન્ટમાં હત્યાનો બનાવ બન્યો છે. કિશનના સંબંધો કિન્નર સાથે હતાં. સંજના તેના ઘરે જ રહેતી હતી. બંને વચ્ચે અણબનાવને લઈને ઝઘડો થયો હતો. જેમાં કિશને તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

