Surat,તા,18
સુરતમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. કામરેજ ટોલ પ્લાઝા નજીક લક્ઝરી બસના ચાલકે 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયાની આશંકા છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જોકે, લોકોએ બસના ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો.
બસ ચાલક નશાની હાલતમાં હતો
મળતી માહિતી અનુસાર, કનૈયા ટ્રાવેલ્સની બસ ગુંદા, જામનગર થઈ સુરત જઈ રહી હતી. આ દરમિયાન કામરેજ ટોલ પ્લાઝા નજીક બસ ચાલકે ફુલઝડપે બ્રેક માર્યા વિના કાર, બાઈક, રિક્ષા સહિત આઠ જેટલા વાહનોને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયાની આશંકા છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, લક્ઝરી બસ ચાલક નશાની હાલતમાં હતો. ઘટના સ્થળે હાજર લોકોએ બસ ચાલકનેને પોલીસને સોંપ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

