Surat,તા.૪
રાજ્યમાં લગભગ દરરોજ આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. આ તરફ હવે ડાયમંડ નગરી સુરતથી જે સમાચાર સામે આવ્યા તે ખરેખર ચોંકાવનારા છે. વાસ્તવમાં સુરતમાં ૪૮ કલાકમાં આપઘાતની ૮ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ આપઘાતની ઘટનાઓમાં કોઈએ આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવ્યું તો કોઈએ સામાન્ય બાબતોમાં આપઘાત કરી લીધો છે. આ તરફ મૃતકોના પરિજનોમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
સુરતમા ૪૮ કલાકમાં આપઘાતના ૮ બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ ભાજપ મહિલા નેતા સહિત બે દિવસમાં ૮ લોકોએ જીવન ટૂંકાવ્યું છે. જેમાં એક રત્ન કલાકારે આર્થિક મંદીને કારણે જીવન ટૂંકાવ્યું છે. સંજય રામજી મકવાણાએ હીરામાં મંદી હોવાથી કામ ન મળતા આપઘાત કર્યો છે.
આ સાથે ડાયમંડ નગરીમાં ૪ યુવક, ૨ આધેડ, ૨ યુવતીએ આપઘાત કર્યો છે. આધેડને દારૂની લત છોડવા ઠપકો આપતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય યુવક અને યુવતીને પણ સામન્ય ઘરની બોલાચાલીમાં આપઘાત કરી લીધો છે.