Surat,તા.૬
સુરત શહેરમાં દેશની સૌથી ઊંચી વહીવટી ઈમારત બની રહી છે. ૨૭ માળના બે ટ્વીન ટાવર્સ ૩૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડીંગનું બાંધકામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું હોવાના અહેવાલ છે. પીએમ મોદીએ પણ કેટલાક સૂચનો આપ્યા છે, જેમાં અમુક ફેરફારો કરાયા છે. આ પ્રોજેક્ટ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના ધોરણો પર આધારિત છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓ એક જ સ્થળે કાર્યરત રહેશે. નાગરિકોનો સમય બચશે.
આ ઈમારત ૧૦૭.૬ મીટર ઊંચી અને ૨૮ માળની હશે. સાથે ભૂકંપ પ્રૂફ અને સાયક્લોન પ્રૂફ ડિઝાઇન અને સિક્યોરિટી-ઝ્રઝ્ર્ફ સર્વેલન્સ રૂમથી સજ્જ રહેશે. હજેમાં બે ટ્વીન ટાવરો હશે, જે શહેરના વિકાસ અને વહીવટી ક્ષમતામાં સુધારો લાવવામાં મદદરૂપ રહેશે. આ ટ્વીન ટાવર સંપૂર્ણ રીતે ગ્રીન બિલ્ડિંગ છે, ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ ધોરણો અનુસાર ડિઝાઇન, એસટીપી ટ્રીટેડ પાણીનો પુનઃઉપયોગ કરીને ૩૫% પાણીની બચત, સોલર પેનલથી ૬-૭% વીજળીની બચત થશે.
તમામ સરકારી કચેરીઓ એક જ સ્થળે લાવવાથી પ્રવેશદારી સરળતા અને પ્રશાસન કાર્યક્ષમતા વધશે. મેટ્રો રેલવે જંક્શન નજીક હોવાથી નાગરિકો અને કર્મચારીઓ માટે પરિવહન સુવિધાઓ સરળ થશે. નાગરિકોનો સમય બચશે.