Surat, તા.13
અનેક વાર અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવે છે. ત્યારે સુરત શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એકાઉન્ટેન્ટ તરીકે કામ કરનારા મયુર તારાપરાના ડાબા હાથની ચાર આંગળીઓ કપાઇ ગઇ હતી.
આ વાતની તેને ખબર જ પડી નથી. આંગળી કપાવા અંગે મયરુ તારપરાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. ત્યાર બાદ પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ તાગ મેળવવાનો પ્રયાસ કરી રહી છે કે કઇ રીતે આંગળીઓ કપાઇ.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં શ્રીજી નગર સોસાયટીમાં રહેતા મયુર તારપરા એકાઉન્ટેન્ટ છે. 8 ડિસેમ્બરે રાત્રે તે પોતાના એક મિત્રને મળવા માટે સુરત શહેરમાંથી પસાર થનારા ન્યૂ રિંગરોડની વેદાંત સર્કલ પર પહોંચ્યા હતા. 1 કલાક રાહ જોયા બાદ મયૂરનો મિત્ર આવ્યો નહોતો. અને પોતે ઘર તરફ જવા નીકળ્યો હતો.
વેદાંત સર્કલથી તેઓ વરિયાવ બ્રિજ તરફ જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેઓ લઘુશંકા માટે રોકાયા હતા. ત્યાર બાદ મયુરને અચાનક ચક્કર આવવા લાગ્યા અને તેઓ બેહોશ થઇને ગબડી ગયા હતા. જ્યારે તેઓ હોશમાં આવ્યા તો તેના હાથની ચાર આંગળીઓ ગાયબ હતી. આ જોઇને મયુર ખુબ જ આશ્ચર્યમાં મુકાયો હતો. આખરે તેની સાથે આ કઇ રીતે બન્યું.
હાલ તો પોલીસ ઘટના સ્થળની આસપાસના 400 મીટર વિસ્તારમાં તેની આંગળી શોધી હતી. જો કે પોલીસને લોહીનો એક ડાઘ પણ મળ્યો નહોતો. સાથે જ પોલીસને એવો કોઇ પુરાવો પણ મળ્યો નહોતો જેમાં મયુરની આંગળીઓ કપાયાનો પુરાવો હોય. મયુર તારપરા આ મામલે કંઇ સ્પષ્ટ રીતે બોલવા તૈયાર નથી.